મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

મુંબઇમાં શાળાઓ ૩૧ ડિસેમ્બર સુધી બંધ

મહારાષ્ટ્ર સરકારે પહેલા જાહેરાત કરી હતી કે ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા અને જુનિયર કોલેજિઝ ૨૩મી નવેમ્બરથી ખૂલશે

મુંબઇ તા. ૨૦ : BMCએ શુક્રવારે જાહેરાત કરી કે શહેરની બધી જ શાળાઓ ૩૧મી ડિસેમ્બર સુધી બંધ રહેશે. આ પહેલાં મહારાષ્ટ્ર સરકારે પહેલાં જાહેરાત કરી હતી કે ૯થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા અને જુનિયર કોલેજિઝ ૨૩મી નવેમ્બરથી ખૂલશે. જો કે મુંબઇમાં કોરોનાવાઇસની સ્થિતિ જોતાં BMCએ જાહેરાત કરી હતી કે શાળાઓ ૩૧મી ડિસેમ્બર સુધી બંધ રખાશે. મુંબઇના મેયર કિશોરી પેડનણેકરે આ જાહેરાત કરી હતી અને કહ્યું કે, 'કોવિડ-૧૯ના કેસિઝ વધી રહ્યાં છે તે જોતાં આ નિર્ણય લેવાયો છે અને ૨૩મી નવેમ્બરે શાળાઓ નહીં ઉઘડે.'

શાળાઓ ફરી ખોલવાની જાહેરાત ૧૦મી નવેમ્બરે મહારાષ્ટ્ર સરકારે એક નોટિસ આપી કરી હતી જે અનુસાર ૯થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓ માટે શાળા અને જુનિયર કોલેજિઝ ૨૩મી નવેમ્બરથી શરૂ કરવાની વાત હતી. આ તમામ કોવિડ-૧૯ના પ્રોટોકોલ અનુસાર થવાનું હતું. આ સાથે હોસ્ટેલ, રાજય સંચાલિત રેસિડેન્શિયલ સ્કૂલ્સ જેમ કે આશ્રમ શાળાઓ અને આંતરરાષ્ટ્રીય સ્કૂલ પણ આ જ દિવસ ખુલવાની હતી પણ હવે આ નિર્ણય મુંબઇ પુરતો બીએમસીએ બદલ્યો છે.

(3:33 pm IST)