મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

૧૩૦ શહેરોનું રેન્કીંગ જાહેર

સૌથી મોંઘા શહેર પેરિસ અને હોંગકોંગ : ભારતના સૌથી સસ્તા શહેર છે ચેન્નાઇ - બેંગ્લોર સૌથી મોંઘા શહેર પેરિસ અને હોંગકોંગ : ભારતના સૌથી સસ્તા શહેર છે ચેન્નાઇ - બેંગ્લોર

નવી દિલ્હી તા. ૨૦ : સારા વાતાવરણ, સ્વચ્છ શહેરમાં રહેવાનું દરેક વ્યકિતનું સપનુ હોય છે. કોઇપણ શહેરમાં વસવાટ કરવા માટે સૌથી મહત્વપૂર્ણ કોઇ બાબત હોય તો તે છે બજેટ. અમે તમને જણાવવા જઇ રહ્યાં છીએ દુનિયાના તે સૌથી સસ્તા શહેર, જયાં તમે રહેવાનો પ્લાન બનાવી શકો છો. ઇકોનોમિક ઇંટેલિજેંસ યુનિટે ૨૦૨૦ વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વેના આધારે દુનિયાના ૧૩૦ શહેરોની રેન્કિંગ જારી રહી છે. તેમાં દુનિયામાં સૌથી સસ્તા શહેરોની યાદીમાં ભારતના બે શહેરો પણ સામેલ છે.

ઇકોનોમિક ઇંટેલિજેંસ યુનિટ (EIU) દ્વારા ૨૦૨૦માં વર્લ્ડ વાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સર્વેના આધારે દુનિયાના ૧૩૦ શહેરોની રેન્કિંગ જારી કરી છે. તેમાં સૌથી મોંઘા શહેરોની યાદીમાં જયા હોન્ગકોન્ગ અને પેરિસ સામેલ છે. ત્યાં સૌથી સસ્તા શહેરોમાં ભારતના બેંગલોર અને ચેન્નઇનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ સર્વે અનુસાર દુનિયાના સૌથી સસ્તા શહેરોની યાદીમાં પહેલા અને બીજા નંબરે એશિયાના બે શહેર દમિશ્ક અને તાશકંદ છે. સર્વે અનુસાર ભારતના બંને શહેર બેંગલોર અને ચેન્નઇ સંયુકત રૂપે ૯મા સ્થાને છે, જયારે પાછલી રેન્કિંગની વાત કરીએ તો ચેન્નઇ ૮મા, બેંગલોર ૯મા અને નવી દિલ્હી ૧૦માં સ્થાને છે.

આ સર્વે વર્ષમાં એકવાર કરવામાં આવે છે પરંતુ આ વખતે વૈશ્વિક મહામારી કોરોનાની અસરને જાણવા માટે ફરીથી આ સર્વે કરવામાં આવ્યો, જે બાદ ૧૩૦ શહેરોની રેન્કિંગ જારી કરવામાં આવી છે. ઇકોનોમિક ઇંટેલીજન્સ યુનિટ દ્વારા કરવામાં આવતા આ સર્વેના આધાર કોસ્ટ ઓફ લિવિંગ છે.

સ્પષ્ટ શબ્દોમાં સમજીએ તો ઘરમાં ખાવા-પીવા પાછળ થતો ખર્ચ, ભાડુ, દરરોજ ઓફિસ આવવા જવા માટે થતો ખર્ચ, વીજળી-પાણીનું બિલ સામેલ છે. આ ઉપરાંત શહેરના ટ્રાન્સપોર્ટ, માર્કેટને પણ આ સર્વેમાં સામેલ કરવામાં આવે છે.

દુનિયાના સૌથી સસ્તા શહેરની યાદીમાં પહેલા નંબરે દમિશ્ક, બીજા નંબરે તાશકંદ, ત્રીજા નંબરે લુસાકા અને કારાકસ, પાંચમા નંબરે અલ્માટી, છઠ્ઠા નંબરે કરાચી અને બ્યૂનસ આયર્સ, આઠમા નંબરે અલ્જીઅર્સ અને નવમા નંબરે બેંગલોર અને ચેન્નઇ આવે છે.

(3:34 pm IST)