મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

પટનામાં સ્ટોનને બદલે ડોકટરોએ પેશન્ટની કિડની જ કાઢી નાખી

પટણા, તા.૨૦: વાસ્તવમાં પેશન્ટની ડાબી કિડનીમાં પથરી હતી જે કાઢવા માટે ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું. જોકે ઓપરેશન દરમ્યાન ડોકટરોએ કિડની જ કાઢી નાખી પેશન્ટના પરિવારજનોને સોંપતાં ધાંધલ મચી ગઈ હતી. રોષે ભરાયેલા પેશન્ટનાં સગાંવહાલાંઓએ હાઙ્ખસ્પિટલ પર પથ્થરમારો કર્યો હતો.

ડોકટરોએ પોતાની ભૂલ માનીને બીજી કિડનીના ઇલાજનો સંપૂર્ણ ખર્ચ વહન કરવાનું આશ્વાસન આપતાં પેશન્ટના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરવા ગયા નહોતા. ઘટના પટનાના કંકડબાગ પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવતી બીજીબી હોસ્પિટલની છે અને પેશન્ટ બેગુસરાઈનો યુવક છે.

થોડા દિવસ પહેલાં પેટમાં દુખાવાની ફરિયાદ સાથે પટનાના કંકડબાગસ્થિત બીજીબી હોસ્પિટલમાં દાખલ થયેલા બેગુસરાઈના ૨૬ વર્ષના યુવકની તપાસમાં તેની ડાબી કિડનીમાં પથરી હોવાનું જણાયું હતું. જોકે ઓપરેશન દરમ્યાન ડાબીને બદલે જમણી કિડની કાઢી નાખવામાં આવી હોવાનું જણાયું હતું.

હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે ઓપરેશન દરમ્યાન યુવકની બન્ને કિડનીમાં પથરી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. કિડનીની રકતનળીઓનો ગુચ્છો ફસાઈ જતાં લોહી બંધ નહોતું થઈ રહ્યું જેના લીધે જીવ બચાવવા માટે કિડની કાઢવી પડી હતી.

(3:35 pm IST)