મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

હકિકતની જીંદગીમાં પણ જળપરીઓને લઇને પુરાવાઓ સામે આવ્યા છે સવાલ એ છે કે આખરે આ જળપરીઓનું રહસ્ય શું છે ?

વોશિગ્ટન :તેઓ સમુદ્રમાં રહે છે. પાણી તેમનુ જીવન છે. તેમની અસલિયત પર પણ સવાલ ઉઠતા રહે છે. સવાલ છે કે, આખરે જળ પરીઓનું રહસ્ય શું છે. કિસ્સા-કહાનીઓમાં અનેકવાર આપણે જળ પરીઓનો ઉલ્લેખ જોયો છે. હકીકતની જિંદગીમાં પણ જળ પરીઓને લઈને પુરાવા સામે આવતા રહે છે. પરંતુ તેમાં કેટલું સત્ય છે, કે હકીકતમાં જળપરીઓ હોય છે. તે જાણીએ... 

શું એવુ પણ હોઈ શકે છે કે, જળ પરીઓ કે જળ માનવ આપણી વચ્ચે માણસોની વચ્ચે છુપાઈને રહેતા હોય અને આપણને ખબર પણ હોય. શું તેઓ વેષ બદલીને આપણી વચ્ચે રહી શકે છે

અમેરિકામાં વર્ષે ડઝનેક વ્હેલ મૃત હાલતમાં મળી હતી. બે યુવકો બીચ પર પહોંચ્યા હતા, જ્યાં ઘટના ઘટી હતી. તે દિવસે મોબાઈલ કેમેરા પર કંઈક રેકોર્ડ કરાયું હતુ. બંને યુવકોનું કહેવુ હતું કે તેઓએ ત્યા કંઈક જોયું હતું. અમેરિકન નેવીએ પણ તેમના રેકોર્ડમાંથી માહિતી હટાવી દીધી હતી. તો શું અમેરિકા મામલે કંઈ ઢાંકપિછોડો કરી રહી છે. વ્હેલના મોત પર અનેક સવાલો ઉઠ્યા હતા. તમામ વ્હેલ આંતરિક ટ્રોમામાંથી પસાર થઈ હતી. નેવીએ સમગ્ર વિસ્તારને સીલ કર્યું હતું. નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફિયર એડમિનિસ્ટ્રેશનની ટીમને પણ ત્યાં જવાની પરમિશન હતી

દુનિયામાં આવુ અનેકવાર જોવા મળ્યું કે, કેટલાક ભાગોમાં વ્હેલ અને ડોલ્ફીન આવી રીતે મૃત હાલતમાં મળી આવી. અમેરિકાથી લઈને ઓસ્ટ્રેલિયા અને હોંગકોંગમાં પણ. હેરાન કરનારી બાબત હતી કે, અમેરિકાની ઘટનામાં વ્હેલની સાથે બીજી લાશના મળવાનો પણ ઉલ્લેખ હતો. તેથી નેવીએ સમગ્ર કન્ટ્રોલ પોતાના હાથમા લીધો હતો

વર્ષ 2004માં સમગ્ર દુનિયાના અનેક બીચ પર વ્હેલ્સ મરેલી જોવા મળી હતી. તે પાછળનું કારણ માલૂમ પડ્યું. પણ વૈજ્ઞાનિકોની પાસે તેનો જવાબ હતો. વૈજ્ઞાનિકોએ ઘટનામાં કહ્યું કે, વ્હેલના કાનમાંથી રક્ત નીકળતા હતા, પરંતુ તેમના અંદરના અંગો સલામત હતા. કોઈ મોટા દરિયાઈ હુમલા જેવું હતું. અમે લીધેલા સેમ્પલ પર ગોળ નિશાન હતા. કોઈ બહુ તાકાતવાર કે ઓછી તીવ્રતાનો સાઉન્ડ વેવ હોઈ શકે છે. જે હથિયારનો ઉપયોગ કરાયો હતો તે વ્હેલની અંદર તેજીથી અને તાકાત સાથે ધૂસ્યુ હતું.

ત્યારે સવાલ છે કે સાઉન્ડ વેવ ક્યાંથી આવ્યો હતો અને કયો હતો. તેના માટે વૈજ્ઞાનિકોએ સમુદ્રનો અવાજ સાંભળવાનો પ્રયાસ કર્યો અને જે અવાજ સંભળાયો તે પહેલા ક્યારેય સાંભળવા મળ્યો હતો

પોલ રોબર્ટસને કહ્યું કે, અમે રેકોર્ડિંગમાં એક અવાજ સાંભળ્યો હતો અને તે કોઈ પ્રાણીને હોઈ શકે છે. તે એક બ્લૂપ સિગ્નેચર છે. પ્રાણી જેને 1997માં રેકોર્ડ કરવામાં આવ્યુ હતું. પહેલા આવો અવાજ ક્યારેય સંભળાયો હતો

માનવામાં આવે છે કે, ક્યારેક એક સમુદ્રી જીવ હતો અને આજે પણ તેના પુરાવા મળે છે. જે કોઈ સમુદ્રી મેમલની જેમ દેખાય છે. માણસોની જેમ તરવુ, તેનુ પાણીમાં વગર શ્વાસે રહેવું વગેરે કરે છે. એવુ લાગી રહ્યું હતું કે, 60 લાખ વર્ષો પહેલા માણસ સમુદ્રમાં રહેતો હતો અને તે શિકાર કરી રહ્યો હતો. સમુદ્રમાં માણસ 45 લાખ વર્ષ પહેલા સુધી આવતા-જતા સમુદ્રમાં રહેવુ અને તરવાનું શીખી ગયો હતો. તે સમુદ્રના જીવો સાથે વાત કરવાનું પણ શીખી ગયો હતો. જળ પરીઓ હતી જે ડોલ્ફીન સાથે રમતી હતી અને સમય પર તેમનો શિકાર પણ કરતી હતી. 31 લાખ વર્ષથી તે સમુદ્રની ઊંડાઈમાં ગોતાખોરની જેમ બની ગયો હતો

જળ માનવ અને જળ પરીઓનું અસ્તિત્વને સાબિત કરવા માટે દુનિયાભરનો ઈતિહાસ આપણી સામે છે. જેમાં એવા જીવ દેખાયા છે. કેટલાક વૈજ્ઞાનિકો તેને સાબિત કરવાનો પ્રયાસ પણ કરે છે કે, જળ માનવ કે જળ પરીઓનું અસ્તિત્વ છે. પરંતુ આજે પણ તેની અધિકારિક પુષ્ટ થઈ નથી. આજે પણ તેમનું રહસ્ય રહસ્ય રહ્યુ છે. પરંતુ અમેરિકામાં બે યુવકોએ જે શૂટ કર્યું તેનો વીડિયો જોવા જેવો છે. તેમાં એક ઘાયલ જળ માનવ યુવકને પકડવાનો પ્રયાસ કરે છે. જેના બાદ નેવી તેને પોતાની સાથે લઈ જાય છે. તેને બીયૂફર્ટની નેવી ફેસેલિટીમાં રાખવામાં આવે છે. અહી તેની સારવાર થાય છે, પરંતુ વર્ષ 2007માં તેનુ મોત થઈ જાય છે

(5:13 pm IST)