મુખ્ય સમાચાર
News of Friday, 20th November 2020

અનુપમ ખેરે પુત્ર સિકંદર ખેર માટે ખાસ પોસ્ટ લખી

કિરણના પહેલા પતિના પુત્ર પાસે કામ નથી

મુંબઇ, તા. ૨૦ : બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરના પુત્ર સિકંદર ખેરે સોશિયલ મીડિયામાં પોતાની એક તસવીર શેર કરીને કામ માગ્યું છે. સિકંદરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું , મને કામ જોઇએ. હું હસી પણ શકું છું.

સિકંદર આ તસવીરમાં થોડો પરેશાન નજરે પડી રહ્યો છે. સાથે જ તેના માથે પરસેવો છે અને ચહેરા પર બિલકુલ પણ સ્માઇલ નથી. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સિકંદર ખેર ડિઝ્ની પ્લસ હોટ સ્ટરાની વેબ સીરિઝ આર્યામાં જોવા મળ્યો હતો. સીરિઝમાં દૌલત નામના સપોર્ટિંગ પાત્રમાં જોવા મળ્યો હતો. આર્યા બાદ સિકંદર એક બીજી સીરિઝ અને ફિલ્મમાં નજરે પડશે.  સિકંદરની પોસ્ટ પર લોકો ફની કમેન્ટ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, સર જ્યાં સુધી હું જાણુ છુ અમિતાભ બચ્ચન પછી હાલ તમે સૌથી વ્યસ્ત એક્ટર છો. આનો જવાબ આપતાં સિકંદરે લખ્યું કે, સર શું તમે ઇચ્છો છો કે હું ઢાંકણીમાં પાણી લઇને ડૂબી જઉં?

સિકંદર, કિરણ ખેરના પહેલા પતિ ગૌતમ બેરીનો પુત્ર છે. જ્યારે તે ૩ વર્ષનો હતો ત્યારે કિરણે અનુપમ ખેર સાથે લગ્ન કર્યા હતા. સિકંદર અને અનુપમ વચ્ચે બહુ સારું બોન્ડિંગ છે. હાલમાં જ પુત્ર માટે અનુપમે લાંબી પોસ્ટ પણ લખી હતી. સિકંદર ઘણી ટીવી સીરિઝ અને ફિલ્મ્સમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. તે આગામી ફિલ્મ 'સૂર્યવંશી'માં નજરે પડશે.

(7:24 pm IST)