મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

કાલથી રાજસ્થાનના તમામ જિલ્લામાં ૧૪૪મી કલમ લાગુ

ગૃહ સચિવ એનએલ મીણાંની તમામ જિલ્લાઓમાં કલમ-144 લગાવવા અને સખ્તાઈથી લાગૂ કરવાની સૂચના

મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેર કર્યું છે કે રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં આવતીકાલ તા. ૨૧થી 144ની કલમનો અમલ ફરી વાર લાગુ કરવામાં આવશે. જબ્બર કોરોના વિસ્ફોટ એક જ દિવસમાં અઢી હજાર કોરોના કેસ નોંધાયા. છે

. રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરને 21 નવેમ્બરથી કલમ-144 લગાવવાની સલાહ આપી છે. ગૃહ વિભાગના ગ્રુપ-9ના દરેક જિલ્લા ક્લેક્ટરને સુચના જાહેર કરી દીધી છે. ગૃહ સચિવ એનએલ મીણાંએ આદેશ જાહેર કરી તમામ જિલ્લાઓમાં કલમ-144 લગાવવા અને સખ્તાઈથી લાગૂ કરવાની સલાહ આપી છે.

તહેવારોની સિઝનમાં કોરોનાના કેસો સતત વધી રહ્યાં છે. રાજસ્થાનમાં વધતા કેસને જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. દિવાળી પર લોકોની ભીડ અને ઘરોમાંથી બહાર નિકળી ખરીદી કરવા દરમિયાન સંક્રમણ વધ્યું. જે બાદ કોરોના કેસો વધવા લાગ્યા છે.

(12:00 am IST)