મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

ઇઝરાયલમાં વૃધ્ધોને ફરીથી જુવાન કરવાનો દાવો

આ સ્ટડીમાં ૬૪ વર્ષના ૩૫ સ્વસ્થ લોકો અને ૧૦૦થી વધુ વૃદ્ઘોને સામેલ કરવામાં આવ્યા

તેલ અવીવ,તા.૨૧: દરેક વખતે જયારે આપના શરીરમાં એક સેલ ફરી બને છે તો આપની યુવાની વધુ ઓછી થતી જાય છે. આવું ટેલોમેરેસની દ્યટના કારણે થાય છે. આ એ જ સ્ટ્રકચર છે જેના માધ્યમથી આપણે ક્રોમોજોમ્સ કેપ થાય છે. હવે ઇઝરાયલમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પ્રક્રિયાને ઊંધી કરવામાં સફળ થયા છે. ૩૫ દર્દીઓને સામેલ કીર આ સ્ટડીમાં તેમના ટેલોમેરેસની લંબાઈ વધારવામાં આવી છે.

આ સ્ટડીમાં સામેલ લોકો ત્રણ મહિના સુધી દરેક સપ્તાહે ૯૦ મિનિટના ૫ સેશન્સમાં સામેલ થયા. તમામને હાઇપરબેરિક ઓકસીજન રૂમમાં બેસાડવામાં આવ્યા. તેના પરિણામ સ્વરૂપે તમામ ટેલોમેરેસ ૨૦ ટકા સુધી વધી ગયો. આ એક પ્રભાવશાળી દાવો છે. આ પહેલા પણ કેટલાક અન્ય રિસર્ચર્સે પ્રયાસ કર્યો હતો પરંતુ નિશ્યિતરૂપે સફળતા નહોતી મળી.

તેલ અવીવ યુનિવર્સિટીમાં મેડિસિન અને ફેકલ્ટી સ્કૂલ ઓફ ન્યૂરોસાયન્સના ડોકટર અને લીડ રિસર્ચર શેયાર એફર્ટીએ જણાવ્યું કે તેમની આ શોધની પ્રેરણા બહારની દુનિયાથી મળી. શેયારે જણાવ્યું કે, નાસા દ્વારા જોડકા બાળકોમાંથી એકને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું અને બીજું પૃથ્વી પર રહ્યું. અમારી શોધમાં ટેલોમેરેસની લંબાઇ જેટલી વધી તેમાં અમે જાણી શકયા કે બહારના વાતાવરણમાં પરિવર્તન ઉંમર વધારવાના કોર સેલુલરને પ્રભાવિત કરી શકે છે. એફર્ટીએ જણાવ્યું કે, લાંબા ટેલોમેરેસ સારા સેલુલર પર્ફોમન્સ સાથે જોડાયેલા હોય છે. જીવન શૈલી કે ડાઇટિંગમાં કોઈ ફેરફાર નથી.

આ શોધમાં એવું પણ સામે આવ્યું કે થેરપીના માધ્યમથી સેન્સેંટ સેલ ૩૭્રુ સુધી ઓછો થઈ ગયો જેનાથી નવા સ્વસ્થ સેલ ફરીથી બનવા લાગ્યા. પશુ અધ્યયનોથી જાણવા મળ્યું કે સેન્સેંટ સેલને હટાવવાથી બાકી જીવન ૩૩%થી વધુ થઈ જાય છે.

(9:41 am IST)