મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

યુનોએ આપી ચેતવણી

કોરોનાના કારણે ૨૦૨૧માં ખૂટી જશે ધન અને ફેલાઈ શકે છે ભૂખમરો

યુનો,તા.૨૧ : સંયુકત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમના કાર્યકારી નિદેશકે ચેતવણી આપી છે કે કોરોના વાયરસના કારણે ૨૦૨૧માં એકવાર ભૂખમરાની સ્થિતિ ઝડપથી ફેલાઈ શકે છે. વિકાસશીલ દેશથી લઈને વિકસિત દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થવાના કારણે આ સ્થિતિનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. કોરોનાના કારણે ૨૦૨૧માં લોકોની પાસે ધન ખુટી જશે અને ધન ખૂટી જવાના કારણે ભૂખમરો પણ ઝડપથી ફેલાશે.

 ડેવિડ બીસ્લેએ વિશ્વભરના દેશોને મોટી ચેતવણી આપી છે. તેઓએ કહ્યું છે કે અત્યારે વિશ્વ આખું ભૂખમરાની કગાર પર છે. યોગ્ય સમયે પગલાં લેવામાં નહીં આવે તો પરિણામ ખરાબ આવી શકે છે. બીસ્લેએ કોરોનાની શરૂઆત થઈ ત્યારે જ ચેતવણી આપી હતી કે આ મહામારીના કારણે દેશમાં ભૂખમરો આવી શકે છે અને હવે ફરીથી આવી રહેલા લોકડાઉન અને કર્ફ્યૂને લઈને ચેતવણી આપવામાં આવી રહી છે.

 કોરોના મહામારીને કારણે દેશની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. તેના પ્રકોપના કારણે જમા રકમ પણ ખૂટી પડી છે. તેના કારણે અર્થવ્યવસ્થામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. લોકોની નોકરીઓ ખોવાઈ છે અને સાથે નાના મોટા કામ કરનારા લોકોના ધંધા ચોપટ થયા છે. કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉન કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં તે લંબાય તેવી શકયતાઓ પણ છે. તેનાથી નક્કી છે કે લોકો પાસે કામ નહીં હોય. કામ નહીં હોય તો રૂપિયા પણ નહીં આવે અને ભૂખમરા જેવી સ્થિતિ સર્જાશે.

(10:13 am IST)