મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

વ્હાઇટ હાઉસમાં ફરીવાર કોરોના ઘુસ્યો : ડોનાલ્ડ ટ્રંપ જૂનિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ : ક્વોરંટાઈન થયા

ટ્રંપ જૂનિયરમાં કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના મોટા દીકરા ડોનાલ્ડ ટ્રંપ જૂનિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી તેમના પ્રવક્તાએ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટ્રંપ જૂનિયરમાં કોરોનાના કોઈ લક્ષણ નથી પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ તે ક્વોરંટાઈન થયા છે.

ડોનાલ્ડ ટ્રંપ જૂનિયરના પ્રવક્તાએ કહ્યું હતું કે 42 વર્ષીય ટ્રંપ જૂનિયરે સપ્તાહની શરુઆતમાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ, તેની પત્ની મેલાનિયા અને ટ્રંપના નાના દીકરા બૈરોનને પણ કોરોના થયો હતો.

અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા હવે 1 કરોડ 20 લાખને પાર થઈ છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાથી 2000થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 1 લાખથી વધુ કેસ નોંધાયા છે

(10:29 am IST)