મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

સૂરજ આથમી ગયો અને હવે ઉગશે આવતા વર્ષે

નવી દિલ્હી,તા.૨૧ : અમેરિકાના સૌથી ઉત્ત્।રમાં આવેલા નગરમાં બુધવારે ૧:૩૦ વાગે સૂર્યાસ્ત થયો હતો.

સૌથી ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે આ સૂર્યાસ્ત આ નગરનો ૨૦૨૦ના વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત હતો. હવે અહીં પુરા ૬૫ દિવસ સુધી સૂર્યોદય નહીં થાય. અહીંના નગરજનો ૨૨ જાન્યુઆરી ૨૦૨૧ સુધી અંધકારમાં રહેશે.

 વિચિત્ર વાત એ છે કે અહીં જયારે ફરી સૂર્યોદય થશે ત્યાં સુધી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બદલાઈને જો બાયડન થઇ ગયા હશે. અમેરિકાના અલાસ્કા રાજયના Utqiagvik નગરમાં પોલર લાઈટ એ દર વર્ષે થતી ઘટના છે. અહીં હવે ૨ મહિના સુધી સૂર્ય ક્ષિતિજની નીચે જ રહેશે.

 આ સૂર્યાસ્તનો એક સુંદર વીડિયો ત્યાંના એક સ્થાનિકે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો. તેણે કહ્યું કે આ દ્રશ્ય જોઈને તેની આંખ ભીંજાઈ ગઈ હતી પણ હવે તે શાંતિભર્યા અંધકારને માણવા તૈયાર છે.

 Utqiagvik નગર આર્કટિકના ઉત્ત્।ર ધ્રુવની ખૂબ નજીક આવેલું છે. અહીં જયારે સૂર્યોદય થાય છે ત્યારે ૨ મહિના સુધી સૂર્ય આથમતો નથી જેને પોલાર ડે કહે છે અને બીજી તરફ જયારે સૂર્યાસ્ત થાય છે ત્યારે ૨ મહિના સુધી સૂર્ય ઉગતો નથી. આ લાંબી રાત્રીને પોલાર નાઈટ કહે છે.

(11:44 am IST)