મુખ્ય સમાચાર
News of Saturday, 21st November 2020

કોરોના વેક્સીનની ટ્રેકિંગ માટે કેન્દ્ર સરકારે COVIN એપ લોન્ચ કરી

એપથી કોરોના વેક્સીનની દરેક જાણકારી મોબાઈલ પર મિનિટોમાં મળવા લાગશે : વેક્સીનના સ્ટોકથી લઈને જગ્યાઓનું તાપમાન પર પણ કોવિન એપ નજર રાખશે

અમદાવાદ : કોરોના વેક્સીન પર ઘણી કંપનીઓ તેજીથી કામ કરી રહી છે. આશા કરવામાં આવી રહી છે કે, જલ્દી જ બજારમાં ઉપલબ્ધ થશે. એવામાં ભારત સરકારે એક ખાસ એપ્લીકેશન તૈયાર કરી છે, જેનું નામ કોવિન એપ છે. આ એપથી કોરોના વેક્સીનની દરેક જાણકારી મોબાઈલ પર મિનિટોમાં મળવા લાગશે.

સરકારની આ એપ પર  વેક્સીનના સ્ટોક, ડિસ્ટ્રીબ્યૂશન, સ્ટોરેજ જેવી મુખ્ય જાણકારી મોબાઈલ પર મિનિટોમાં જાણી શકશો. તો વેક્સીન મેળવનારને રસી ક્યારે લાગશે, તેનું શેડ્યૂલ પણ કોવિન એપથી મળી શકશે. આ એપ થકી દેશભમાં ફેલાયેલ 28 હજાર સ્ટોરેજ સેંટર્સ પર હાજર સ્ટોકની જાણકારી મળી શકશે.

કોરોના વેક્સીનના સ્ટોકથી લઈને જગ્યાઓનું તાપમાન પર પણ કોવિન એપ નજર રાખશે. આ એપ થકી એ જાણી શકાશે છે કે, સ્ટોરેજ પોઈંટ્સ પર તાપમાનમાં ફેરફાર થઈ રહ્યા છે કે નહી. ખરેખર વેક્સીન લગાવતા પહેલા ત્યાંનું તાપમાન પણ તેના પ્રમાણે હોવુ જરૂરી છે.

સરકારી આ એપથી તમે એ પણ જાણી શકો છો કે, તમને રસી કોણ લગાવશે. તો સરી લગાવ્યા બાદ કોવિન એપથી  તેનું સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કરી શકો છો. કોવિન એપથી વેક્સીનના બંને ડોઝ લાગી જવા પર એપમાં એક રસીકરણ સર્ટીફિકેટ પણ જનરેટ થશે. ત્યારબાદ એ જાણી શકાશે કે, તમને વેક્સીન લાગી ચૂકી છે.

સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાની કેપેસિટી એક મહિનામાં 5 થી 6 કરોડ ડોજ તૈયાર કરવાની છે. ફેબ્રુઆરી સુધી તેને વધારીને 10 કરોડ ડોઝ કરવાની તૈયારી છે. તેમણે આગળ કહ્યું છે કે, વધારે ડિમાંડના કારણે ભારત સરકારને વેક્સીન 3 થી 4 ડોલર એટલે 225-300 રૂપિયામાં મળશે, પરંતુ સામાન્ય જનતાને વેક્સીન માટે 500 થી 600 રૂપિયા આપવામાં હશે.

(6:35 pm IST)