મુખ્ય સમાચાર
News of Thursday, 10th June 2021

ભાગેડુ નિત્યાનંદનો દાવો :કહ્યું - હું ભારતની જમીન પર પગ મૂકીશ ત્યારે કોરોના ખતમ થશે

. નિત્યાનંદનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હી :એક વીડિયોમાં નિત્યાનંદનો એક શિષ્ય સવાલ કરે છે કે કોરોના ભારતમાંથી ક્યારે જશે. તેનો જવાબ આપતાં નિત્યાનંદે કહ્યું કે દેવી અમ્માન તેના આધ્યાત્મિક શરીરમાં પ્રવેશ કરી ચૂકી છે. કોરોના ભારતમાંથી ત્યારે જશે, જ્યારે તે ભારતની ધરતી પર પગ મૂકશે. નિત્યાનંદનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

નિત્યાનંદે 19 એપ્રિલે જાહેરાત કરી હતી કે કોરોનાની બીજી લહેરના કારણે ભારતથી આવનારા શ્રદ્ધાળુઓને કૈલાશા ટાપુ પર આવવાની મનાઈ છે. તેની સાથે જ તેણે બ્રાઝિલ, યૂરોપિયન યૂનિયન અને મલેશિયાથી આવનારા લોકો પર રોક લગાવવાની જાહેરાત કરી.

(1:04 am IST)