મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

જો રેશનકાર્ડ ધારકને અનાજનો જથ્થો પૂરતો નથી મળતો : ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર : કરી શકાય છે ફરિયાદ

સરકાર દ્વારા રાજ્ય મૂજબ હેલ્પલાઈન નંબર જારી : જાણો આપણા રાજ્યનો નંબર : કરી શકાય ડીલર સામે ફરિયાદ

નવી દિલ્હી : રેશનકાર્ડ દ્વારા  સસ્તા ભાવે રાશન મળે છે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે ડીલરો રેશનકાર્ડ ધારકોને રાશન આપવા માટે આનાકાની કરે છે અથવા ઘણીવાર રાશન ઓછું આપે છે. જો તમારી સાથે પણ આવું કંઇક થાય છે, તો જરા પણ ચિંતા કરશો નહીં. સરકાર દ્વારા રાજ્ય મૂજબ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. જો તમને પણ ઓછું રાશન મળી રહ્યું છે, તો પછી તમે આ નંબર પર સંપર્ક કરી ડીલર સામે ફરિયાદ નોંધાવી શકો છો

રષ્ટાચાર ઘટાડવા અને અનાજનું વિતરણ સુનિશ્ચિત કરવા માટે સરકારે ફરિયાદ હેલ્પલાઈન નંબર જારી કર્યા છે જેથી સબસિડીવાળા રાશન ગરીબો સુધી પહોંચી શકે.

જો રેશનકાર્ડ ધારક તેમનો અન્નનો ક્વોટા પુરતો નથી મળતો, તો તેઓ ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકે છે અને તેમની ફરિયાદ નોંધાવી શકે છે.

  રાજ્યના ટોલ ફ્રી નંબર, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા પોર્ટલની લિંક https://nfsa.gov.in/portal/State_UT_Toll_Free_AA પર મુલાકાત લઈને તમામ રાજ્યના નંબરને મેળવી શકો શકો છો. ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે રેશનકાર્ડ માટે અરજી કરવા છતાં ઘણા લોકો ઘણા મહિનાઓથી રેશનકાર્ડ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં તે આ અંગે પણ સરળતાથી ફરિયાદ કરી શકે છે.

 

રાજ્ય મુજબ ફરિયાદ હેલ્પલાઇન નંબર

(12:00 am IST)