મુખ્ય સમાચાર
News of Tuesday, 20th April 2021

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : તમામ રેકોર્ડ તોડ્યા : નવા 2.94 લાખથી વધુ નવા કેસ : કુલ કેસની : 21.50 લાખથી વધુ એક્ટીવ કેસ : વધુ 2020 દર્દીના મોત : 1.66 લાખથી વધુ રેકોર્ડબ્રેક દર્દીઓ રિકવર થયા

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62,097 નવા કેસ, : ઉત્તર પ્રદેશમાં 29,574 કેસ, દિલ્હીમાં 28,395 કેસ, કર્ણાટકમાં 21,794 કેસ, કેરળમાં 19,577 કેસ, છત્તીસગઢમાં 15,625 કેસ, મધ્યપ્રદેશમાં 12, 727 કેસ, રાજસ્થાનમાં 12,201 કેસ, ગુજરાતમાં 12,206 કેસ, તામિલનાડુમાં 10,986 કેસ, બિહારમાં 10,455 કેસ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કોરોના વકર્યો

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી બે લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 2,94,115 નવા કેસ નોંધાતા ભારે ફફડાટ ફેલાયો છે

 એક જ દિવસમાં દેશમાં સૌથી વધુ કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2020 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1,82,570 થયો છે છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 2.94,115 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,56,09,004 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 21,50 લાખને  પાર  પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 1, 66,520 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.32,69,863 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 62,097 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 29,574 કેસ, દિલ્હીમાં 28,395 કેસ, કર્ણાટકમાં 21,794 કેસ, કેરળમાં 19,577 કેસ, છત્તીસગઢમાં 15,625 કેસ, મધ્યપ્રદેશમાં 12, 727 કેસ, રાજસ્થાનમાં 12,201 કેસ, ગુજરાતમાં 12,206 કેસ, તામિલનાડુમાં 10,986 કેસ,  બિહારમાં 10,455 કેસ નોંધાયા છે જયારે આંધ્રપ્રદેશ  અને પશ્ચિમ બંગાળમાં કોરોના વકર્યો  છે

(12:14 am IST)