મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

દેશમાં હજારો લોકો મરી રહ્યા છે અને તમારી પ્રાથમિકતા સ્ટીલ પ્લાંટ છે? : દિલ્હી હાઇકોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

હાઇકોર્ટે કહ્યું - તમને ડિમાન્ડ અને સપ્લાઇનો કોઇ અંદાજ કેમ નથી? જલ્દીથી જલ્દી હોસ્પિટલોમાં ઓક્સિજન મોકલવા માટે રોડ પર કોરિડોર બનાવે અને જો શક્ય હોય તો ઓક્સિજનને એયરલિફ્ટ કરો .

નવી દિલ્હી :કોરોના સંકટ વચ્ચે દિલ્હી સરકાર દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી રહી છે. આ બધા વચ્ચે દિલ્હીની મૈક્સ હોસ્પિટલે આરોપ લગાવ્યો હતો કે તેમને ત્યાં આવનારા ઓક્સિજન ટેંકરને એઇમ્સની અંદર મોકલી દેવામાં આવ્યું હતું. જેના કારણે તેમના દર્દીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ મામલે મેક્સ હોસ્પિટલે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરીને તરત સુનવણીની માંગ કરી હતી.

આ અંગેની સુનવણીમાં દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સાથે જ હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ઉદ્યોગોને અપાતો ઓક્સિજન તરત જ રોકવા માટે કહ્યું છે. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે તમને ડિમાન્ડ અને સપ્લાઇનો કોઇ અંદાજ કેમ નથી? કેન્દ્ર સરકાર જલ્દીથી જલ્દી હોસ્પિટલોમાં ઓક્સિજન મોકલવા માટે રોડ પર કોરિડોર બનાવે અને જો શક્ય હોય તો ઓક્સિજનને એયરલિફ્ટ કરવામાં આવે. હાઇકોર્ટે કહ્યું કે આનાથઈ વધારે અમે શું આદેશ આપીએ? હાઇકોર્ટે કહ્યું કે દેશમાં હજારો લોકો મરી રહ્યા છે અને તમારી પ્રાથમિકતા સ્ટીલ પ્લાંટ છે?

દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીમાં વપરાશમાં લેવાતા ઓક્સિજનને તરત જ રોકવામાં આવે. કોર્ટે કહ્યું કે લોકોને મરવા માટે ના છોડી શકાય. આ એક ગંભીર મુદ્દો છે, લોકોને જિંદગીનો મૌલિક અધિકાર છે. તમે તેમના જીવ બચાવવા માટે શું કરી રહ્યા છો? કોર્ટે કહ્યું કે ઓક્સિજન એ જ ઉદ્યોગોને મળે જેઓ મેડિકલ સાથે જોડાયેલો સામાન બનાવી રહ્યા છે. હાઇકોર્ટે કહ્યું કે અમને આશ્ચર્ય છે કે કાલના અમારા આદેશ બાદ પણ હોસ્પિટલોને ઓક્સિજન નથી આપવામાં આવી રહ્યો.

(10:06 pm IST)