મુખ્ય સમાચાર
News of Wednesday, 21st April 2021

પટણાની એમ્સમાં કોરોના વિસ્ફોટ : 384 ડોક્ટર, નર્સ અને મેડિકલ સ્ટાફ કોરોના પોઝિટીવ થતા ખળભળાટ

એમ્સમાં હાલમાં કોરોનાના 200 દર્દીઓ ભરતી : દર્દીઓની સારવાર કોણ કરશે: દર્દીઓના પરિવારજનોના મનમાં ઉઠતો સવાલ

પટણા : એમ્સના કુલ સ્ટાફની સંખ્યા 3800 ની છે અને તેવામાં 384 ની સંખ્યામાં લોકોના કોરોના પોઝિટીવ થવાની ઘટના કંઈ જેવી તેવી નથી.કોરોના પોઝિટીવ લોકોમાં ડોક્ટર, નર્સ, નર્સિંગ સ્ટાફ તથા આરોગ્ય કર્મચારીઓ સામેલ છે.

1000 બેડની ક્ષમતાવાળી પટણાની એમ્સમાં હાલમાં કોરોનાના 200 દર્દીઓ ભરતી છે. પરંતુ હવે દર્દીઓના પરિવારજનોના મનમાં સવાલ ઘુમરાઈ રહ્યો છે કે આટલી મોટી સંખ્યામાં ડોક્ટર અને મેડિકલ સ્ટાફ કોરોના પોઝિટીવ થતા દર્દીઓની સારવાર કોણ કરશે.

(1:21 am IST)