મુખ્ય સમાચાર
News of Tuesday, 21st June 2022

‘મઝા નહીં આ રહા' લખીને વ્‍યકિતએ આપી દીધુ રાજીનામું : વાયરલ થયો મજેદાર લેટર

આ વિચિત્ર રાજીનામું જોઇને લોકો ખૂબ જ આヘર્યમાં છે

મુંબઇ,તા. ૨૧: આજના સમયમાં, લોકો માટે પૈસા કમાવવા કરતાં નોકરીનો સંતોષ વધુ મહત્‍વપૂર્ણ છે. એટલે કે નોકરીમાં જે સંતોષ, સુખ અને શાંતિ મળે છે. ઘણા લોકો નોકરીની ગૂંચવણોથી એટલા પરેશાન થઈ જાય છે કે તેઓ ડિપ્રેશનમાં પણ જતાં રહે છે. એવા બહુ ઓછા લોકો હોય છે જેઓ નોકરી છોડવાની હિંમત કરે છે કારણ કે નોકરી વિના જીવન નિર્વાહ કરવું મુશ્‍કેલ છે, પરંતુ એવું લાગે છે કે એક વ્‍યક્‍તિથી નોકરીનું ટેન્‍શન સહન થયું નહીં અને પોતાને મજા ન આવતી હોવાનું કહીને સીધું જ રાજીનામું આપી દીધું.
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્‍કા અવારનવાર સોશિયલ મીડિયા પર અજીબોગરીબ પોસ્‍ટ શેર કરે છે. તેમની ઘણી પોસ્‍ટ એટલી ફની હોય છે કે તે વાયરલ થવા લાગે છે. તાજેતરમાં તેમણે એક ફોટો શેર કર્યો છે જે ઓફિસમાં રાજેશ નામના કોઈ વ્‍યક્‍તિએ આપેલું રાજીનામું છે. આ ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હર્ષ ગોએન્‍કાએ કેપ્‍શન આપતા લખ્‍યું કે ‘આ પત્ર નાનો છે, પરંતુ ઊંડો છે. આ એક ગંભીર સમસ્‍યા છે જેને આપણે નિરાકરણ કરવાનું છે.'
હર્ષ દ્વારા શેર કરવામાં આવેલ રાજીનામું રાજેશ નામના વ્‍યક્‍તિનું છે. આ પત્રમાં તેણે ખૂબ જ સ્‍પષ્ટ લખ્‍યું છે કે તે શા માટે લખી રહ્યો છે. તેણે લખ્‍યું ‘પ્રિય સર, હું રાજીનામું આપી રહ્યો છું, મને મજા આવતી નથી.' આ પત્ર સાથે ૧૮ જૂનની તારીખ પણ જોડવામાં આવી છે. આ વિચિત્ર રાજીનામું જોઈને લોકો ખૂબ જ આヘર્યમાં છે. વેલ, આ પહેલીવાર નથી જયારે કોઈએ વિચિત્ર રીતે રાજીનામું આપ્‍યું હોય. આ પહેલા પણ રાજીનામાના કેટલાક પત્રો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

 

(10:33 am IST)