મુખ્ય સમાચાર
News of Tuesday, 21st June 2022

દિલ્હી પેટાચૂંટણી : 23 જૂને યોજાનારી રાજેન્દ્ર નગર પેટાચૂંટણીના AAP ના ઉમેદવાર દુર્ગેશ પાઠક વિરુદ્ધ FIR : સગીર બાળકોને રોજના 100 રૂપિયા આપીને પેમ્ફલેટ વહેંચવા મોકલી દેવાતા હોવાનો આરોપ : બી.જે.પી.ની ફરિયાદના આધારે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ FIR નોંધાવી

ન્યુદિલ્હી : દિલ્હીમાં 23 જૂને યોજાનારી રાજેન્દ્ર નગર પેટાચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઈ છે. NCPCRએ દિલ્હી પોલીસને BJPની ફરિયાદ પર FIR નોંધવાનો આદેશ આપ્યો છે

સગીર બાળકોને રોજના 100 રૂપિયા આપીને,  પેમ્ફલેટ વહેંચવા મોકલી દેવાતા હોવાનો આરોપ AAP ના ઉમેદવાર દુર્ગેશ પાઠક ઉપર લગાવાયો છે.જે બાબત ચૂંટણીલક્ષી પ્રવૃતિઓમાં બાળ મજૂરી આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન હોવાનું જણાવાયું છે.  બાળકના અધિકારોનું રક્ષણ કરતી સંસ્થાએ મુખ્ય ચૂંટણી કમિશનરને પણ પત્ર લખીને આચારસંહિતાના ઉલ્લંઘનની વાત કરી છે.

બંને પત્રોમાં NCPCRએ કહ્યું છે કે તેને દિલ્હી બીજેપી અધ્યક્ષ આદેશ ગુપ્તા તરફથી ફરિયાદ મળી છે. સંગઠને પત્રમાં જણાવ્યું હતું કે, "સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે જેમાં નાના બાળકોને પેમ્ફલેટ વિતરણ, પોસ્ટર ચોંટાડવા, બેનરો લટકાવવા અને ચૂંટણી રેલીઓમાં સસ્તા મજૂરી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(1:02 pm IST)