મુખ્ય સમાચાર
News of Tuesday, 21st June 2022

UPSCની તૈયારી કરતી યુવતી પર બળાત્કાર : ફેસબુક ફ્રેન્ડનું પરાક્રમ : યુવતીની ફરિયાદના આધારે ગુરુગ્રામ સદર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ શરૂ

હરિયાણા : હરિયાણાના ગુરુગ્રામમાં સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરી રહેલી યુવતી પર ફેસબુક ફ્રેન્ડ દ્વારા રેપ કરવાનો મામલો સામે આવ્યો છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુરુગ્રામ સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ હિસારની યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ગુરુગ્રામમાં પીજીમાં રહીને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની તૈયારી કરી રહી છે. આ દરમિયાન ફેસબુકના માધ્યમથી તેની હિસારમાં રહેતા એક યુવક સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે આ મિત્રતા વધવા લાગી.

આરોપ છે કે એક દિવસ મીટિંગ દરમિયાન યુવકે યુવતી સાથે રેપ કર્યો હતો. જ્યારે યુવતીએ વાંધો ઉઠાવ્યો તો આરોપીએ તેને લગ્નનું વચન આપ્યું. હવે આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)