News of Wednesday, 21st July 2021
યુ.એસ.ના ન્યૂજર્સીમાં એડિસન ટાઉનશીપ ડેમોક્રેટિક પાર્ટી ચેરમેન તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ ભાગીયા ફરીથી ચૂંટાઈ આવ્યા : વાઇસ ચેરમેન તરીકે પેંગ ચેન, તથા સેક્રેટરીના હોદા ઉપર સુશ્રી વીણા સિંહા અને સુશ્રી લિસા સાલેમ ચૂંટાઈ આવ્યા
ન્યુજર્સી : ન્યુ જર્સીના એડિસન માટે ડેમોક્રેટિક હોદેદારોની મિટિંગમાં ઇન્ડિયન અમેરિકન શ્રી મહેશ ભાગિયા ટાઉનશીપના ડેમોક્રેટિક ચેરમેન તરીકે ફરીથીચૂંટાઈ આવ્યા હતા.
12 જુલાઈના રોજ હોદેદારોની નિમણુંક માટે મળેલી મિટિંગમાં શ્રી ભાગિયાએ કાઉન્સિલમેન અજય પાટિલને 66-54 મતથી હરાવ્યા હતા. જયારે વાઇસ ચેરમેન તરીકે પેંગ ચેન, તથા સેક્રેટરીના હોદા ઉપર સુશ્રી વીણા સિંહા અને સુશ્રી લિસા સાલેમ ચૂંટાઈ આવ્યા
શ્રી ભાગિયા, શ્રી ચેન અને સુશ્રી સિન્હા ત્રણે તેમના હોદ્દા પર ફરીથી ચૂંટાઈ આવ્યા હતા. તથા મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાનું લક્ષ્ય ધરાવતા બોર્ડમાં સુશ્રી સાલેમ નવા છે તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.
(6:44 pm IST)