મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ગૃહ મંત્રાલયે પરિવાર સાથે વર્ષમાં 100 દિવસ વિતાવવાની સૈનિકોની યોજના અંગે અર્ધલશ્કરી દળો પાસે માંગ્યો રિપોર્ટ

સૈન્ય દળના જવાનોને આરામ, આરોગ્ય સંભાળ અને કુટુંબ સાથે સમય પસાર કરવા માટે હેતુ

નવી દિલ્હી :કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહની દરખાસ્તને લાગુ કરવા માટે સોફ્ટવેર વિકસિત કરવાની પ્રગતિની જાણકારી આપવા કહ્યું છે. જે અંતર્ગત સૈનિકો વર્ષમાં ઓછામાં ઓછા એક વખત તેમના પરિવારોની મુલાકાત લઈ શકે છે અને 100 દિવસ પસાર કરી શકશે. અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.

શાહ દ્વારા આ યોજના ઓક્ટોબર 2019માં ઘડવામાં આવી હતી. જેમાં આંતરીક સુરક્ષા ફરજો માટે દેશની કેટલીક સૌથી સ્થળોએ તહેનાત સૈન્ય દળના જવાનોને આરામ, આરોગ્ય સંભાળ અને કુટુંબ સાથે સમય પસાર કરવા માટેના હેતુ હતો. એવું પણ માનવામાં આવતું હતું કે એકવાર આ યોજના અમલમાં મૂક્યા પછી, તે કામદારોનો તણાવ ઓછો કરશે અને આત્મહત્યા અને સહયોગીઓની હત્યાની સંખ્યામાં ઘટાડો કરશે.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ યોજના હજુ સુધી પૂર્ણ રીતે લાગુ કરવામાં આવી નથી. તેથી ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ આ દળોને સંદેશ મોકલ્યો છે કે તેઓ કર્મચારીઓની બદલી અને પોસ્ટિંગ માટે સોફ્ટવેર વિકસાવવા વિશે તેમને અપડેટ કરશે. અધિકારીએ જણાવ્યું હતું કે, દર વર્ષે ઓછામાં ઓછા 100 દિવસનો કુટુંબ સમય પસાર કરવાની દરખાસ્ત આગળ વધારવામાં સોફ્ટવેર મુખ્ય ભૂમિકા નિભાવશે. ગૃહ પ્રધાન દ્વારા સૂચનો અપાયા હોવાથને ઘણો સમય વીતી ગયો છે અને આ દરખાસ્તનો અમલ થવાનો બાકી છે.

10 લાખથી વધુ જવાનોની સંખ્યા વાળા અર્ધલશ્કરી અથવા કેંદ્વીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ), ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ (આઇટીબીપી), સેન્ટ્રલ ઐદ્યોગિક સુરક્ષા દળ (સીઆઈએસએફ) નો સમાવેશ થાય છે. અને સશસ્ત્ર સીમા બાલ (એસએસબી) ઉપરાંત, આસામ રાઇફલ્સ પણ આમાં સામેલ છે.

(9:38 am IST)