મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

સરકારી આંકડા કરતા ૧૦ ગણા લોકોનાં કોરોનાથી મોત

સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટની રિપોર્ટ : સેન્ટરે સ્ટડી હેઠળ કોરોના દરમિયાનમાં થયેલા મોત અને તે પહેલાનાં વર્ષોમાં થયેલા મોતનું વિષ્લેષણ કર્યું

નવી દિલ્હી, તા.૨૦ : ભારતમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો છે, તેનાથી વધું મોત થયા હોવાનું બહાર આવ્યું છે, અમેરિકાનાં રિસર્ચ ગૃપ સ્ટડી સેન્ટર ઓફ ગ્લોબલ ડેવલપમેન્ટની રિપોર્ટમાં દાવો કરાયો છે કે ભારતમાં સરકારી આંકડાથી ૧૦ ગણા વધુ એટલે કે ૪૭ લાખ લોકોનાં મોત થયા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.  

ભારતમાં એપ્રિલ અને મે મહિના દરમિયાન સંક્રમણનાં કારણે સૌથી વધુ મોત થયા હતા, સંસોધકોએ જણાવ્યું કે ખરેખર તો મોત કેટલાય મિલિયન હોઇ શકે છે, અને જો આ આંકડા સાચા હોય તો આ ભારતનાં વિભાજન બાદની સૌથી મોટી હોનારત છે, સેન્ટરે સ્ટડી હેઠળ કોરોના દરમિયાનમાં થયેલી મોત અને તે પહેલાનાં વર્ષોમાં થયેલા મોતનું વિષ્લેષણ કર્યું છે, તેનાં આધારે જ સેન્ટરે ૨૦૨૦થી ૨૦૨૧ દરમિયાન મોતનો આંકડો કાઢ્યો છે, અને તેને કોરોનાથી જોડતા સરકારનાં આંકડા પર સવાલ ઉઠાવ્યો છે. 

આ સ્ટડીના લેખકોમાં ભારતનાં પુર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમ સ્વામીનો પણ સમાવેશ થાય છે. સ્ટડીમાં એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુની સંખ્યાને કોરોના સાથે જોડવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તમામ અનુમાનો સૂચવે છે કે કદાચ કોરોના ચેપને કારણે, અગાઉના વર્ષોની તુલનામાં આ સમયગાળામાં મૃત્યુઆંક એટલો વધી ગયો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ફ્રાન્સનાં રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટનાં નિષ્ણાત ક્રિસ્ટોફે ગુઇમોટોએ પણ તાજેતરમાં જ મે સુધી દેશમાં કોરોનાને કારણે ૨૨ લાખ લોકોના મોતનું અનુમાન લગાવ્યું હતું. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આખા વિશ્વના આંકડાની તુલનામાં, દર ૧૦ લાખ પર મોતનાં આંકડા ભારતમાં અડધા જ છે.

(12:00 am IST)