મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

જો તાઇવાનને મદદ કરશે તો તેનો જવાબ પરમાણુ બોમ્બથી આપીશું : ચીનની જાપાનને ખુલ્લી ધમકી

શાંતિની વાતો કરનારા ચીનની માનસિકતા ખુલ્લી પડી ગઈ

નવી દિલ્હી :ચીને જાપાનને ધમકી આપતા કહ્યું છે  કે, જો તેઓ તાઇવાનને મદદ કરશે તો તેનો જવાબ અમે પરમાણુ બોમ્બથી આપીશું. પરમાણુ એટેકની ધમકી આપનાર ચીનની નિંદા કરવામાં આવી રહી છે. શાંતિની વાતો કરનારા ચીનની માનસિકતા ખુલ્લી પડી ગઈ છે. ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી સીસીપીએ એક વીડિયો રજૂ કર્યો છે. આ વીડિયો થકી જાપાન પર પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવી છે. ફોક્સ ન્યુઝના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ વીડિયો ચેનલે પબ્લિશ કર્યો અને સીસીપીએ તેની પુષ્ટી કરી છે.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે પહેલા અણુ બોમ્બનો ઉપયોગ કરીશું. અમે સતત અણુ બોમ્બનો ઉપયોગ ચાલુ રાખીશું. વીડિયોમાં વધુમાં જણાવાયું છે કે ‘જ્યાં સુધી જાપાન બિનશરતી શરણાગતિ નહીં સ્વિકારે ત્યાં સુધી અમે આ કરવાનું ચાલુ રાખીશું’. તાઇવાન ન્યૂઝના અહેવાલ મુજબ, ચાઇનીઝ પ્લેટફોર્મ Xigua પર 20 લાખ વ્યૂ પ્રાપ્ત થયા બાદ આ વીડિયો ડિલીટ કરી નાખવામાં આવ્યો. પરંતુ આ વીડિયોની કોપી યુટ્યુબ અને ટ્વિટર પર અપલોડ કરવામાં આવી છે.

ચીન તરફથી પરમાણુ હુમલાની ધમકી ત્યારે આપવામાં આવી છે, કે જ્યારે હજું તો જાપાને બે અઠવાડિયા પહેલા જ તાઇવાનનાં સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની વાત કહીં હતી, ખતરો જાપને ફક્ત બે અઠવાડિયા પહેલા કહ્યું હતું કે તાઇવાનની સાર્વભૌમત્વનું રક્ષણ કરવામાં આવશે. જાપાનના નાયબ વડા પ્રધાન Taro Asoએ કહ્યું કે જાપાને તાઇવાનનું રક્ષણ કરવું જ જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જો તાઇવાનમાં કોઈ મોટી ઘટના બને છે, તો તે જાપાનના અસ્તિત્વ માટે પણ જોખમી બની જશે, તેવું માનવું અસામાન્ય રહેશે નહીં’. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં જાપાન અને અમેરિકાએ સાથે મળીને તાઇવાનનાં રક્ષણ માટે કામ કરવું પડશે.

(12:00 am IST)