મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

કોરોનાના ખાતમો બોલાવવા વિશ્વભરના વૈજ્ઞાનિકો કરે છે મોટું કામ : ટૂંકસમયમાં મળશે રાહતના સમાચાર

કોરોના વાયરસની સારવાર માટે અત્યાર સુધી 265 ક્લિનિકલ ટ્રાયલ કરાયા : થેરીપ્યુટિક એજન્ટની પણ ક્લીનિકલ ટ્રાયલ કરાઈ

નવી દિલ્હી :કોરોનાની સારવાર માટે થેરીપ્યુટિક એજન્ટની પણફ ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવી છે. હૈદરાબાદ સ્થિત નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચના વૈજ્ઞાનિકોની આગેવામાં થયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે.

આ રિસર્ચ મુજબ કોરોના વાયરસની સારવાર માટે અત્યાર સુધી 265 ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી છે તેમાં વાયરલ લોડ ઘટાડવાની માંડીને બીમારી પર નિયંત્રણમાં 115 ની સીધી અસર પડે છે.

વેક્સિનને બાદ કરતા અત્યાર સુધી જેટલી પણ દવાની ટ્રાયલ થઈ છે તે તમામ જુની દવા છે, જેને કોરોનાની સારવાર માટે નવેસરથી તૈયાર કરાઈ છે. કોરોના સંક્રમણના ઝડપ દરને કારણે મેડિકલ સંબંધિત મેનેજમેન્ટમાં પડકાર ઊભો થયો છે.

સ્ટડી રિપોર્ટ અનુસાર, ક્લિનિકલ ટ્રાયલ માટે મોટી સંખ્યામાં એન્ટી પેરાસાઈટ, એન્ટીવાયરસ ડ્રગ્સ, મોનોક્લોનલ એન્ટીબોડી, વેક્સિન અને સ્ટેમ સેલ થેરપીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત વિટામીન સી અને વિટામીન ડી સપ્લીમેન્ટ પણ જોખમને ઓછું કરે છે તેને કારણે ઈન્ફ્લુએન્જાનું જોખમ ઓછું થવાની સાથે ફેફસાના નુકશાન માટે જવાબદાર સાઈટોકન પ્રોડક્શનને પણ કન્ટ્રોલ કરે છે.

કોરોનાના સંક્રમિત દર્દીઓ પર કરાયેલા ડ્રગ કોમ્બિનેશનનું અસર પણ જોવા મળી છે અને ભવિષ્યમાં કોરોનાની સારવાર માટે આ દવાનો પણ ઉપયોગ કરાશે તે નિશ્ચિત છે. આ સ્ટડડી સાઈન્ટિફિક જર્નલ બાયોમેડિસન એન્ડ ફાર્માકોથેરપીમાં પ્રસિદ્ધ થઈ છે. આ દવાઓ સસ્તા દરે નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થઈ શકે તે માટે વૈજ્ઞાનિકો પ્રયાસરત છે. જો આ દવાઓ બજારમાં આવશે તો તેનાથી લોકોને મોટી રાહત મળશે. હાલમાં વેક્સિનની તંગીની વચ્ચે આ એક સારા સમાચાર હોઈ શકે છે.

(12:00 am IST)