મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

કોરોનાનો કુપોષિત બાળકો ઉપર ખતરો: દેશમાં 10 લાખ બાળકો ગંભીર રીતે કુપોષિત

કોરોનાની ત્રીજી લહેર કુપોષિત બાળકો પર ગંભીર રીતે અસર કરી શકે

કોરોનાની ત્રીજી લહેર બાળકો ઉપર વધુ ગંભીર રીતે અસર કરે તેવું માનવામાં આવી રહ્યું છે. ત્યારે એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર કુપોષિત બાળકો પર ગંભીર રીતે અસર કરી શકે છે.

ભારતમાં પણ કોરોનાની ત્રીજી લહેર આવવાનો અંદેશો સરકાર વ્યક્ત કરી ચૂકી છે. અત્યાર સુધી એવું જ માનવામાં આવી રહ્યું છે કે ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થવાની આશંકા છે. જોકે, આ ત્રીજી લહેર કેટલો ખતરનાક હશે, તેને લઈને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ રીતે અનુમાન સામે આવ્યું નથી. જોકે, જાણકારો તે વાતને લઈને ચિંતિત છે કે જો ભારતમાં ત્રીજી લહેર આવી અને બાળકો સંક્રમિત થયા તો સ્થિતિ ડરાવનારી બની શકે છે. તે માટે કેમ કે ભારતમાં કુપોષણ બાળકોની સંખ્યા ઘણી મોટી છે.

દેશભરમાં લગભગ 10 લાખ એવા બાળકો છે જે ગંભીર રૂપથી કુપોષિત છે. RTIના જવાબમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે, પાછલા વર્ષે નવેમ્બર સુધી 9,27,606 બાળકો ગંભીર રૂપથી કુપોષિત છે. તેમાંથી 3.98 બાળકો યૂપી અને 2.79 લાખ બાળકો બિહારમાં છે. કર્ણાટક સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખતા કુપોષિત બાળકોની ઓળખ કરવા માટે સર્વે શરૂ કરી દીધો છે. જોકે, અત્યાર સુધી એવી કોઈ સ્ટડી આવી નથી જેમાં આ વાતનો નક્કર પુરાવા મળ્યા હોય કે કુપોષિત બાળકોને કોરોનાથી વધારે ખતરો છે. પરંતુ સરકાર પણ તે વાતને માને છે કે, સામાન્ય બાળકોની સરખામણીમાં કુપોષિત બાળકો કોઈપણ બિમારી અથવા સંક્રમણ પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે.

(12:32 am IST)