મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

માલીના રાષ્ટ્રપતિ આસિમી પર તીક્ષ્‍‍ણ હથિયારથી હુમલો : હુમલાખોર પકડાયો

મસ્જિદમાં નમાઝ બાદ ઇમામ ઘેટાંની બલિ આપવા ગયા ત્યારે હુમલો કર્યો

માલીની રાજધાની બામાકોમાં આવેલી ગ્રાન્ડ મસ્જિદમાં બકરી ઇદ દરમિયાન એક વ્યક્તિએ કામચલાઉ રા।ટ્રપતિ કર્નલ આસિમી ગોઇતા પર તીક્ષ્‍ણ હથિયાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મસ્જિદમાં નમાઝ બાદ ઇમામ ઘેટાંની બલિ આપવા ગયા ત્યારે આ ઘટના બની. ત્યાં ચપ્પુ વડે એક શખ્સે અને બીજાએ બંદૂક સાથે રાષ્ટ્રપતિ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે, ગોઇતા બચી ગયા હતા અને તેની સુરક્ષા ટીમે તુરંત હુમલાખોરને પકડી લીધો. આ હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે. વચગાળાના રાષ્ટ્રપતિ પર હુમલો કરવાનો આ પ્રયાસ એવા સમયે થયો છે જ્યારે તાજેતરના દિવસોમાં દેશના મધ્ય ભાગમાં જેહાદીઓ દ્વારા અનેક હુમલા કરવામાં આવી રહ્યા છે.

લોકશાહી રૂપે ચૂંટાયેલી માલી સરકારને ઉથલાવીને ગોઇતાએ ઓગસ્ટ 2020 માં સત્તા કબજે કરી. બાદમાં તેઓ નાગરિક પ્રમુખની આગેવાની હેઠળની એક પરિવર્તનશીલ સરકારમાં સંમત થયા હતા, પરંતુ કેબિનેટ ફેરફારમાં તેમણે સૈન્યના બે ટેકેદારોને સંપર્ક કર્યા વિના, 24 મી મેના રોજ સરકારને ઉથલાવી દીધી હતી.

માલી લાંબા સમયથી બળવાખોરો સામે લડી રહ્યો છે અને આ બળવો સૌ પ્રથમ વર્ષ 2012 માં શરૂ થયો હતો. ઉત્તર વિસ્તારમાં શરૂ થયેલા આ બળવોને કારણે હજારો સૈનિકો અને નાગરિકો મૃત્યુ પામ્યા હતા. બાદમાં, માલીમાં રાજકીય અસ્થિરતા ઝડપથી ફેલાઈ હતી, અને 2013 માં, ફ્રાંસની આગેવાની હેઠળના યુદ્ધમાં જેહાદીઓના હાથમાંથી સત્તા છીનવાઈ હતી. જો કે, આના એક વર્ષ પહેલા અહીંના રાષ્ટ્રપતિની સત્તામાંથી હકાલપટ્ટીએ એક સંઘર્ષ શરૂ કર્યો હતો જે આજદિન સુધી અટક્યો નથી.

(12:36 am IST)