મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ITના ભવાડા : વિદેશી નાણાં દર્શાવવાનું ફોર્મ બહાર પાડ્યા વગર મુદત વધારી

૧૫ ઓગસ્ટ સુધી વિદેશી નાણા આવ્યાનું કારણ દર્શાવી શકાશ

મુંબઇ,તા. ૨૧: ઇન્કમટેકસ વિભાગે નવા પોર્ટલમાં ૧૫સી અને ૧૫ બી ફોર્મ બહાર પાડયુ નથી પરંતુ તે ભરપાઇ કરવાની મુદતમાં વધારો કરી દીધો છે. જોકે ડીજીટલ ઇન્ડિયા અને ફેસલેસની વાતો વચ્ચે આ ફોર્મ વિભાગમાં જઇને ઓફલાઈન જમા કરવાનુ જણાવવામાં આવ્યુ છે.

વિદેશથી કોઈને પણ નાંણા મોકલવામાં આવે તો કરદાતા દ્વારા તેની વિગતો દર્શાવવા માટેનુ ફોર્મ આઇટીએ ૧૫સી અને ૧૫બી બહાર પાડયુ છે. આ ફોર્મ જુના પોર્ટલમાં ઓનલાઇન જ ભરવામાં આવતુ હતુ. પરંતુ નવા પોર્ટલમાં પજ પણ આ ફોર્મ અપલોડ કરવામાં આવ્યુ નથી. તેમ છતાં તેની મુદતમાં વધારો કરીને એવુ જણાવવામાં આવ્યુ છે કે આ ફોર્મ હવે આઇટીની કચેરીમાં જઇને ઓફલાઇન જમા કરાવવાનુ રહેશે તેમજ તેની મુદત ૧૫ ઓગસ્ટ કરી આપવામાં આવી છે. કરદાતાઓની તકલીફ ઓછી કરવા માટેની સુવિધા નવા પોર્ટલમાં આપવાના દાવા તો કરવામાં આવી રહ્યા છે. પરંતુ તેના લીધે કરદાતાઓ હાલ તો પરેશાની વેઠી રહ્યા છે. કારણ કે નવા પોર્ટલના હજુ પણ ઠેકાણા નથી. જયારે કોઇ પણ કરદાતાને વિદેશથી નાંણા આવે તો તેને આઇટીના કોર્મ નંબર ૧૫સી અને ૧૫બીમાં દર્શાવવામાં આવતા હોય છે. જુના પોર્ટલમાં આ સુવિધા ઓનલાઇન જ હતી. પરંતુ નવા પોર્ટલમાં હજુ સુધી ફોર્મ જ અપલોડ કરવામાં આવ્યા નથી. જેથી ઇન્કમટેકસ વિભાગે આ ફોર્મ ઓફલાઇન જમા કરાવવાની છુટ આપી છે. તેમજ આગામી ૧૫ ઓગસ્ટ સુધીમાં વિભાગમાં જઈને કરદાતાએ ફોર્મ જમા કરાવી શકશે.

એક તરફ ફેસલેસના દાવા અને બીજી તરફ પોટલના ધાંધિયા

એક તરફ કરદાતાને આઇટી કચેરી જવુ નહીં પડે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોર્ટલના ધાંધિયાને કારણે કરદાતાએ નાછૂટકે ફોર્મ જમા કરાવવા માટે પણ આઇટી કચેરીએ જવાની નોબત ઇન્કમટેકસ વિભાગે જ ઉભી કરી છે.

(10:24 am IST)