મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

પોર્નોગ્રાફી મામલામાં રાજ કુન્દ્રાનું નામ આવતા

ફરી મેદાનમાં આવી કંગના : ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ગટર કહી

નવી દિલ્હી,તા.૨૧: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના તીખા નિવેદનો માટે જાણીતી છે. તે લગભગ દરેક વિવાદાસ્પદ મુદ્દે પોતાની વાત કહે છે. તેણે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના પોર્નોગ્રાફીના મામલામાં ખુલીને પોતાની વાત રાખી છે. તે ફરી એક વખત કોમેન્ટ કરીને વિવાદમાં આવી ગઈ છે. લોકો તેની કોમેન્ટ પર ઘણા રિએકશન આપી રહ્યા છે.

કંગનાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું છે કે આ જ કારણ છે કે હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને ગટર કહું છું. દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી, હું બોલિવૂડની અંદરની દુનિયાને બહાર લાવવા જઈ રહી છું. હું તેને પોતાની આગામી ફિલ્મ 'ટીકૂ વેડ્સ શેરૂ'માં બતાવવા જઈ રહી છું. ક્રિએટિવ ઇન્ડસ્ટ્રીમાં આપણે મજબૂત વેલ્યૂ સિસ્ટમને સમજવાની જરૂર છે.

(10:26 am IST)