મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

મુંબઈમાં કુલ વરસાદના 85 ટકા વરસાદ માત્ર એક મહિનામાં ખાબક્યો

મુંબઈ : ચોમાસાની સિઝન દરમિયાન મુંબઈમાં સરેરાશ વરસાદ 2,260.4 મીમીની આસપાસ હોય છે, પરંતુ આ વખતે અત્યાર સુધીમાં માત્ર એક મહિનામાં શહેરમાં 1,919.8 મીમી વરસાદ થઈ ચૂક્યો છે, જે કુલ વરસાદના 85 ટકા જેટલો છે.

ભારતીય હવામાન વિભાગની માહિતીના આધારે 1981 થી 2010 સુધી જુલાઈમાં મુંબઈમાં સામાન્ય રીતે  840.7 મીમી વરસાદ પડ્યો છે, પરંતુ આ વખતે ચોમાસાની સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 958.4 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

(10:28 am IST)