મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

આગામી ત્રણ દિવસ સુધી મુંબઈ, થાણે અને પાલઘરમાં ભારે વરસાદની આગાહી: દરિયામાં 4 મીટર હાઈટાઈડની આશંકા

હવામાન વિભાગ દ્વારા મુબઈમાં યેલો એલર્ટ અને નવી મુંબઈ અને થાણે સહિત પાલઘરમાં ઓરેન્જ એલર્ટ

મુંબઈ : મુંબઈમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે. તેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા મુંબઈ,થાણે અને પાલઘરમાં આગામી ત્રણ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

આગાહીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા મુબઈમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે નવી મુંબઈ અને થાણે સહિત પાલઘરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઉપરાંત,ભારે વરસાદને પગલે મુંબઈના દરિયામાં 4 મિટર હાઈટાઈડની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.મહ્તવનું છે કે, મુંબઈમાં આસમાની આફતથી અત્યારસુધીમાં 32 થી વધુ લોકોનાં મોત થયા છે.ત્યારે બોમ્બે મહાનગરપાલિકા દ્વારા લોકોને નિચાણવાળા વિસ્તારોમાં ન રહેવા અપીલ કરી છે.

(10:29 am IST)