મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા જલ્દી ભારતને સોંપવામાં આવી શકે તેવી વકી : 59 વર્ષીય રાણાને ભારતે મોસ્ટ વોન્ટેડ આરોપી અને ભાગેડુ જાહેર કરેલો છે : અમેરિકાના પ્રેસિડેન્ટ જો બીડને પ્રત્યાર્પણને મંજૂરી આપવા કેલિફોર્નિયા કોર્ટને અનુરોધ કર્યો

વોશિંગટન : મુંબઈ હુમલાનો આરોપી તહવ્વુર રાણા જલ્દી ભારતને સોંપવામાં આવી શકે તેવી વકી છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બિડનના વહીવટી તંત્રે કેલિફોર્નિયાની ફેડરલ કોર્ટને પ્રત્યાર્પણને મંજૂરી આપવા અનુરોધ કર્યો છે.

ભારતમાં 2008 ની સાલમાં થયેલા આતંકી હુમલાનો  તહવ્વુર રાણા મોસ્ટ વોન્ટેડ આરોપી છે. 59 વર્ષીય રાણાને ભારતે ભાગેડુ જાહેર કર્યો છે. જે હાલમાં અમેરિકાની જેલમાં છે.  2008 ની સાલના આતંકી હુમલામાં 6 અમેરિકન નાગરિકો સહીત 166 લોકોના મોત થયા હતા.તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે ભારતે અમેરિકાને કરેલા અનુરોધને કારણે 10 જૂન 2020ના રોજ લોસ એંજલ્સ ખાતેથી ફરીથી તેની ધરપકડ કરાઈ હતી.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(10:42 am IST)