મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ઉત્તરાખંડનાં ઉત્તર કાશી તેમજ ટેહરી ગઢવાલમાં ભારે વરસાદ : જમીન ધસી પડતા કેટલાય મકાનોને નુકશાન : માંડવ ગામમાં કાદવમાં ફસાઈ જવાથી ત્રણ લોકોના મોત

ઉત્તરાખંડનાં ઉત્તર કાશી તેમજ ટેહરી ગઢવાલમાં ભારે વરસાદ તેમજ જમીન ધસી પડવાથી કેટલાક મકાનોને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે. ઉત્તર કાશીનાં માંડવ ગામ ખાતે કાદવમાં ફસાઈ જવાને કારણે ૩ વ્યક્તિનાં મોત થયા હતા જેમની ઓળખ ૩૬ વર્ષનાં મથુરા દેવી, ૩૨ વર્ષનાં રિતુ દેવી તેમજ ૩ વર્ષની ત્રિશ્વી તરીકે થઈ હોવાનું જીડ્ઢઇહ્લનાં ઈનચાર્જ લલિત નેગીએ જણાવ્યું છે.

(10:43 am IST)