મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

રોયલ એનફિલ્ડ બુલેટ સહીત નવા યુગના ટુ-વ્હીલર્સ દ્વારા અવાજ પ્રદૂષણ : આવા વાહનોનો અવાજ વ્યક્તિના ગોપનીયતાના અધિકાર ઉપર આક્રમણ સમાન : અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં સૂઓ મોટો કેસ : કડક કાર્યવાહી કરવા યુ.પી.સરકારને નામદાર કોર્ટનો આદેશ

અલ્હાબાદ : રોયલ એનફિલ્ડ બુલેટ સહીત  નવા યુગના ટુ-વ્હીલર્સના સાયલેન્સરમાં કરાયેલા ફેરફારને કારણે સમાજમાં વધી રહેલા અવાજ પ્રદુષણ સામે અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચમાં સૂઓ મોટો કેસની સુનાવણી અંતર્ગત રાજ્ય સરકારને કડક પગલાં લેવાની સૂચના આપી છે.

જસ્ટિસ અબ્દુલ મોઈને જણાવ્યા મુજબ અવાજ પ્રદુષણ ગંભીર ચિંતાનો વિષય છે. રોયલ એનફિલ્ડ બુલેટ સહીત નવા યુગના ટુ-વ્હીલર્સ  બાઇકો દ્વારા ફેલાવાતાં અવાજ પ્રદૂષણ નાગરિકોની અસુવિધાનું કારણ બને છે. અધિકારીઓએ આ બાબતે તપાસ કરવાની દરકાર કરી ન હોવાથી હવે  કોર્ટને નોંધ લેવાની ફરજ પડી છે.

રાજ્યના સત્તાધીશોને આ બાબતની તપાસ કરવા તેમજ સુધારેલા સાયલન્સર્સ દ્વારા પ્રદૂષણ ફેલાવતા આવા વાહનો પર કાયદા અનુસાર કડક કાર્યવાહી કરવા નામદાર કોર્ટે મંગળવારે આદેશ આપ્યો હતો તેવું બી.એન્ડ બી. દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)