મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

કોવિદ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવાનો મામલો : સુપ્રીમ કોર્ટની નોટિસના અનુસંધાને કેન્દ્ર સરકારે જવાબ આપવા માટે વધુ 4 સપ્તાહનો સમય માંગ્યો

ન્યુદિલ્હી : કોવિદ -19 થી મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર આપવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી વળતર અપાવવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. તથા પરિવાર દીઠ 4 લાખ રૂપિયાના વળતર માટે માંગણી કરાઈ હતી.  જેના અનુસંધાને નામદાર કોર્ટે 30 જૂનના રોજ કેન્દ્ર સરકારને નોટિસ આપી 6 સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ કર્યો હતો.

આ નોટિસની મુદત 15 જુલાઇના રોજ પુરી થતા કેન્દ્ર સરકારે રકમ નક્કી કરવા , તેનો અંદાજ લગાવવા તથા પરિવારો ની સંખ્યા અંગે તપાસ કરવા માટે વધુ ચાર સપ્તાહનો સમય માંગ્યો છે. આથી હવે સપ્ટેમ્બરના  મધ્ય ગાળામાં કેન્દ્ર સરકાર વળતર અંગે સુપ્રીમ કોર્ટને જવાબ આપશે તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(5:12 pm IST)