મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

અમારી પાસે છુપાવવા માટે કઇ નથી વડાપ્રધાન ઇઝરાયલના વડાપ્રધાનને પત્ર લખો અને એનએસરએ પેગાસસ પ્રોજેકટની તપાસ કરે : ભાજપાના રાજયસભાના સાંસદ સુબ્રમણયમ સ્વામી

શુ ભારત એક પ્રાઇવેટ કંપનીની દયા ઉપર છે? તેવો સવાલ કર્યો

નવી દિલ્હી: પેગાસસ સોફ્ટવેર કથિત જાસૂસી મામલે વિપક્ષ સરકારને ઘેરી રહ્યુ છે અને વડાપ્રધાન મોદી સહિત ભાજપના મોટા નેતાઓ વિરૂદ્ધ તપાસની માંગ કરી રહ્યુ છે. આ વચ્ચે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ કે જો અમારી પાસે છુપાવવા માટે કઇ નથી તો વડાપ્રધાન મોદી ઇઝરાયલના પીએમને પત્ર લખે અને એનએસઓ પેગાસસ પ્રોજેક્ટની તપાસ કરે. એવી પણ તપાસ કરે કે તેની માટે કોને કેટલો ખર્ચ કર્યો.

સ્વામીએ અલ જજીરાના એક સમાચાર શેર કરતા લખ્યુ કે શું ભારત એક પ્રાઇવેટ કંપનીની દયા પર નિર્ભર છે? જે સમાચાર તેમણે ટ્વિટર પર શેર કર્યા છે તેમાં વિપક્ષના આરોપોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યુ છે કે વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ વડાપ્રધાન મોદી પર ગદ્દારીનો આરોપ લગાવ્યો છે અને કહ્યુ કે તેમણે દેશની સુરક્ષા સાથે રમત રમી છે.

અલ જજીરા અનુસાર પેગાસસને બનાવનાર ઇઝરાયલના એનએસઓ ગ્રુપે પોતાના ક્લાયન્ટ માટે ભારતના લગભગ એક હજાર ફોન નંબરોને પોતાની યાદીમાં રાખ્યા હતા. બીજી તરફ વિશ્વભરના 50 હજાર લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા જેમાં કેટલાક ગ્લોબલ લીડર પણ સામેલ છે. ભારતમાં એમનસ્ટી ઇન્ટરનેશનલે તે 300 લોકોના નામ લીક કર્યા જે માલવેયરના નિશાના પર હતા. જેમાં કેટલાક મોટા રાજનેતા, પત્રકાર, વેપારી અને મોદી સરકારના બે મંત્રી પણ સામેલ છે. બીજી તરફ રાહુલ ગાંધીનું નામ પણ આ યાદીમાં સામેલ છે.

વિપક્ષ ઇચ્છે છે સુપ્રીમ કોર્ટ આપે દખલ

કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે આ મામલે દખલ આપવી જોઇએ અને તપાસના આદેશ આપવા જોઇએ. બીજી તરફ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કહ્યુ કે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લઇને તપાસના આદેશ આપી દેવા જોઇએ કારણ કે આ સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાયિક તપાસ માટે ઉપયુક્ત કેસ છે જેમાં આરોપ-પ્રત્યારોપની જગ્યાએ સત્ય સામે આવી જશે.

(5:32 pm IST)