મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

રાજકુંદ્રાના પીએ ઉમેશ કામતે મને ન્યુડ ફિલ્મમાં કામ કરવાની ઓફર આપતીઃ વિડીયો કોલ દ્વારા ઓડિશન સમયે વાત કરી હતી તે સમયે એક ચહેરો ઢાંકેલ વ્યકિત પણ હાજર હતો તે રાજકુંદ્રા જ હતો

મુંબઇ, તા. ૨૧ : બોલિવૂડ અભિનેત્રી શિલ્વા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ બનાવવા અને તેને એપ પર વેચવા મામલે એક જાણીતી મોડલે ખુલાસો કર્યો છે. અભિનેત્રી અને જાણીતી મોડલ સાગરિકા શોના સુમનનું કહેવુ છે કે રાજ કુંદ્રાના પીએ ઉમેશ કામતે તેણે ન્યૂડ ફિલ્મમાં કામ કરવાની ઓફર આપી હતી. ઉમેશ કામતને કુંદ્રાનો જમણો હાથ માનવામાં આવે છે. સાગરિકાનું કહેવુ છે કે ઉમેશ કામતે ખુદ ન્યૂડ ફિલ્મ માટે તેનો સંપર્ક કર્યો હતો. જોકે, તેને આ ઓફરને ફગાવી દીધી હતી.

સાગરિકા શોના સુમને મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે લૉકડાઉન દરમિયાન તે ઉમેશ કામતના સંપર્કમાં આવી હતી. ઉમેશે વીડિયો કોલ દ્વારા તેનું ઓડિશન લેતા સમયે ન્યૂડ ઓડિશનની વાત કરી હતી. મોડલનું કહેવુ છે કે આ સાંભળીને તે ચોકી ગઇ હતી અને તેને તુરંત ઇનકાર કરી દીધો હતો.

તે સમયે કોલ પર અન્ય એક વ્યક્તિ જોડાયો હતો પરંતુ તેને પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. સાગરિકાનું કહેવુ છે કે તેમણે લાગે છે કે તે રાજ કુંદ્રા જ હતો. કામતે સાગરિકાને લાઇફ બનાવી દેવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. સાગરિકા અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે મારી સાથે થયેલી વાતનો ખુલાસો કર્યો હતો. રાજ કુંદ્રાનું નામ પણ લીધુ હતું. હવે જ્યારે રાજ કુંદ્રાની ધરપકડ થઇ છે તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ મોડલે કરી છે.

મુંબઇ પોલીસનું કહેવુ છે કે Porn ફિલ્મ બનાવવા અને તેને કેટલીક એપ દ્વારા પબ્લિશ કરવામાં રાજ કુંદ્રા સામેલ હતો. રાજ કુંદ્રાને 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચની ટીમ કેસમાં મહત્વના રહસ્ય બહાર લાવવાનો પ્રયાસ કરશે. એક સીનિયર પોલીસ અધિકારીએ કહ્યુ કે રાજ કુંદ્રાની ફર્મ વિયાન ઇન્ડસ્ટ્રીઝના સબંધ લંડનની કંપની કેનરિન સાથે હતા. આ કેનરિન કંપની હોટશોટ્સ એપ ની માલિક છે. કેનરિન કંપની કથિત રીતે અશ્લીલ સામગ્રીના નિર્માણમાં સામેલ છે.

(5:39 pm IST)