મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

સાતમાંથી એકપણ સાક્ષી આરોપી ઉપરના અપરાધ સાબિત કરવામાં સફળ નથી થયા : સાક્ષીની સંખ્યા કરતા તેની જુબાનીની ગુણવત્તાનું મહત્વ છે : ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં થયેલા તોફાનોના આરોપી સુરેશને દિલ્હી કોર્ટે નિર્દોષ ગણ્યો

ન્યુદિલ્હી : ફેબ્રુઆરી 2020 માં દિલ્હીમાં તોફાનો થયા હતા. જે અંતર્ગત એક મુસ્લિમ દુકાનદારે પોતે મુસ્લિમ હોવાથી હિન્દૂ લોકોના ટોળાએ દુકાન ઉપર હુમલો કરી નુકશાન પહોચાડયાનો આરોપ સાથેની ફરિયાદ દિલ્હી કોર્ટમાં દાખલ કરી હતી.

આરોપ પુરવાર કરવા માટે કુલ સાત નજરે જોનાર સાક્ષીઓ રજુ કર્યા હતા. જેમાં પોતા ઉપરાંત દુકાનનો માલિક ,બે પોલીસ ,એક નજરે જોનાર સાક્ષી ,એક ડ્યુટી અધિકારી ,તથા એક તપાસ અધિકારીનો સમાવેશ થતો હતો.

આ સાક્ષીઓ આરોપીને ઓળખવામાં નિષ્ફ્ળ ગયા હતા તેમજ તેમની જુબાની પણ વિરોધાભાસી હોવાનું જણાયું હતું.આથી નામદાર કોર્ટે જણાવ્યું હતું કે સાતમાંથી એકપણ સાક્ષી આરોપી ઉપરના અપરાધ સાબિત કરવામાં સફળ નથી થયા . સાક્ષીની સંખ્યા કરતા તેની જુબાનીની ગુણવત્તાનું મહત્વ છે . તેમ જણાવી આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.તેવું  એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

(5:41 pm IST)