મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

બાર કાઉન્સિલમાં દેશના18 રાજ્યોના 441 પ્રતિનિધિઓ : જેમાં 2.04 ટકાની સંખ્યા સાથે માત્ર 9 મહિલા પ્રતિનિધિ : વકીલાત માટે શિક્ષણ અને લાયકાત નક્કી કરી એડવોકેટ તરીકે માન્યતા આપતી કાઉન્સિલમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નહીંવત

ન્યુદિલ્હી : ન્યાયતંત્રમાં મહિલાઓના પ્રતિનિધિત્વ અંગે બી.એન્ડ બી.દ્વારા થયેલા સર્વેમાં જાણવા મળ્યા મુજબ બાર કાઉન્સિલમાં દેશના18 રાજ્યોના 441 પ્રતિનિધિઓ છે. જેમાં 2.04 ટકાની સંખ્યા સાથે માત્ર 9 મહિલા પ્રતિનિધિ હોવાનું જણાયું છે.ઉપરાંત કોઈપણ રાજ્યની બાર કાઉન્સિલમાં મહિલા હોદેદારો જોવા મળ્યા નથી.

બાર કાઉન્સિલ જે તે રાજ્યમાંવકીલાત માટે શિક્ષણ અને લાયકાત નક્કી કરી એડવોકેટ તરીકે માન્યતા આપતી કાઉન્સિલ છે. જેમાં ચૂંટાઈ આવતા મહિલા પ્રતિનિધિઓની સંખ્યા નહીંવત હોવાનું જણાયું છે.આ બાર કાઉન્સિલની રચના એડવોકેટ એક્ટની કલમ 3 મુજબ કરવામાં આવી છે. જે વકીલાત માટે શિક્ષણ અને લાયકાત નક્કી કરવા ઉપરાંત વકીલોના હિત માટે પણ કામ કરે છે.

મહિલાઓની ઓછી સંખ્યા અંગે અગ્રણી વકીલો તેમજ ન્યાયધીશોના મંતવ્ય મુજબ મહિલાઓ ચૂંટણી લડવા માટે ઓછી આગળ આવે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:08 pm IST)