મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

અમેરિકાના ટેક્સાસની ફેડરલ કોર્ટે DACA પ્રોગ્રામને ગેરકાયદે ગણાવ્યો : પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ અમલી બનાવેલા પ્રોગ્રામને ગેરકાયદે ગણાવાતા ઈમિગ્રન્ટ્સ પ્રતિનિધિઓની પ્રેસિડન્ટ જો બિડન તથા ડેમોક્રેટ અગ્રણીઓ સમક્ષ રજુઆત

ટેક્સાસ : અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ડીફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ એરાઇવલ ( DACA ) પ્રોગ્રામ અમલી બનાવ્યો હતો. જે પ્રોગ્રામ સગીરાવસ્થામાં પરિવાર સાથે આવેલા ઈમિગ્રન્ટ્સના સંતાનોને અમેરિકામાંથી દેશનિકાલ નહીં કરવાની ખાત્રી આપે છે.

પરંતુ ટેક્સાસની ફેડરલ કોર્ટે 19 જુલાઈના રોજ DACA પ્રોગ્રામને ગેરકાયદે ગણાવ્યો છે.જેના વિરોધમાં ઇમિગ્રન્ટ્સ પ્રતિનિધિઓએ પ્રેસિડન્ટ જો બિડન તથા ડેમોક્રેટ્સ અગ્રણીઓને રજુઆત કરી અમેરિકન ડ્રિમ અમલી બને તે જોવા અનુરોધ કર્યો છે.

જેના અનુસંધાને અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી કમલા હેરિસે ટ્વીટર દ્વારા ઈમિગ્રન્ટ્સને ખાત્રી આપી હતી કે  અમેરિકા તમારું ઘર છે. અને તમારું અમેરિકન ડ્રિમ સાકાર કરવા હું તથા પ્રેસિડન્ટ જો બિડન  કટિબદ્ધ છીએ.

ઉલ્લ્લેખનીય છે કે પૂર્વ પ્રેસિડન્ટ બારાક ઓબામાએ 2012 ની સાલમાં  DACA પ્રોગ્રામ અમલી બનાવ્યો હતો. જે ત્યાર પછીના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ 2017 ની સાલમાં અમાન્ય કર્યો હતો. જેની અસર 6 લાખ 50 હજાર જેટલા DACA પ્રોગ્રામના લાભાર્થી યુવાનો ઉપર થઇ શકે તેમ હોવાથી વર્તમાન પ્રેસિડન્ટ જો બીડને તે ફરીથી અમલી કરશે તેમ જણાવ્યું હતું.તેવું ઈ.વે.દ્વારા જાણવા મળે છે.

(6:44 pm IST)