મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

રાજસ્થાનમાં શિક્ષણ મંત્રીના બે સબંધી RASમાં ટોપર બન્યા : ભાજપે ડોટાસરાનું રાજીનામુ માંગ્યુ: પરીક્ષામાં હેરફેરનો આરોપ

આરએએસ 2016ના ઇન્ટરવ્યૂમાં ડોટાસરાની પુત્રવધૂ પ્રતિભાના પણ 80 % હતા.: ડોટાસરાએ કહ્યું - બાળક ટેલેન્ટેડ છે તો તેમાં મારો શું દોષ ? પ્રતિભા સાથે અમારો સબંધ પરીક્ષા બાદ થયો હતો.

રાજસ્થાન લોક સેવા આયોગ (RPSC)એ RAS-2018 પરીક્ષાના ટોપર્સના નંબર જાહેર કર્યા છે. ટોપ-20ની યાદીમાં ઝુંઝુનૂંની મુક્તા રાવના સૌથી વધુ 526 માર્ક્સ છે. બીજી તરફ જયપુરની શિવાક્ષીને 520.75 માર્ક્સ મળ્યા છે. આરએએસ 2016ના ઇન્ટરવ્યૂમાં ડોટાસરાની પુત્રવધૂ પ્રતિભાના પણ 80 % હતા.

હવે આ મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. બીજી તરફ ભાજપે પણ ડોટાસરાને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના નેતા સુરેન્દ્રસિંહ શેખાવતે શિક્ષણ મંત્રી પર પરીક્ષામાં હેરફેર કરવાનો આરોપ લગાવતા તેમના રાજીનામાની માંગ કરી છે.

 

ડોટાસરાએ સ્પષ્ટતા કરી છે કે 300થી વધુ લોકોના 75-80% વચ્ચે નંબર છે. ગૌરવનું દિલ્હી પોલીસમાં ASI પદ પર પસંદગી પણ થઇ ચુકી છે. બાળક ટેલેન્ટેડ છે તો તેમાં મારો શું દોષ છે? પ્રતિભા સાથે અમારો સબંધ પરીક્ષા બાદ થયો હતો.

તાજેતરમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ RAS પરીક્ષા 2018માં ઘૂષણખોરીનો ખુલાસો પણ કર્યો છે. આ મામલે RPSCના એકાઉન્ટન્ટ સજ્જન સિંહ અને આયોગના મેમ્બર રાજકુમારી ગુર્જરના ભાઇ નરેન્દ્ર પોસવાલ આરોપી છે. તપાસમાં સામે આવ્યુ છે કે પરીક્ષાર્થીઓને ઇન્ટરવ્યૂમાં સારા નંબર અપાવવાના બદલામાં 25 લાખ રૂપિયાની ડિમાન્ડ કરતા હતા.

(6:55 pm IST)