મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

Google ક્રોમમાં આવ્યુ નવુ ફિચર : વેબસાઇટ સાથે શેયર કરાયેલ માહિતીને કરી શકાશે ટ્રેક

યૂઝર્સને ખબર પડશે કે કઇ કઇ વેબસાઇટ્સ પાસે તેમની જાણકારી પહોંચી રહી છે

ફોટોમુંબઈ :ગુગલ પોતાના ક્રોમ બ્રાઉઝર માટે એક નવી પ્રાઇવસી પોલીસીને રોલ આઉટ કરી રહ્યુ છે. આ ફિચરના ઉપયોગથી યૂઝર્સને ખબર પડશે કે કઇ કઇ વેબસાઇટ્સ પાસે તેમની જાણકારી પહોંચી રહી છે. સાથે જ આગળ જતા ગુગલ ક્રોમ તમારી બ્રાઉઝિંગ હિસ્ટ્રીમાંથી આ સાઇટ્સને હટાવવાનું ઓપ્શન પણ આપશે. આ ફિચર ગુગલ ક્રોમ 92 અપડેટનો એક ભાગ છે.

ગુગલે જણાવ્યુ કે, અપડેટ કરવામાં આવેલી સાઇટ સુરક્ષા કન્ટ્રોલની સાથે, અમે કઇ સાઇટ પાસે શું જાણકારી છે તેને ટ્રેક કરવાની પદ્ધતિને સરળ બનાવી છે. અપડેટ કરવામાં આવેલી પેનલને ખોલવા માટે ક્રોમ એડ્રેસ બારની ડાબી બાજુએ આવેલા લોક આઇકોનપર ટેપ કરો, તેમાં જઇને તમને જોવા મળશે કે કઇ સાઇટને તમે કઇ પરમીશન આપી છે. અહીંથી તમે તમારી લોકેશન અને કેમેરાનું એક્સેસ ન આપવાનું મેનેજ કરી શક્શો

ક્રોમ બ્રાઉઝરનું આ અપડેટ યૂઝર્સને એડ્રેસ બારમાં ટાઇપ કરીને એક્શન કરવાની અનુમતી આપશે. જો યૂઝર Safety Check ટાઇપ કરે છે તો તે પાસવર્ડની સિક્યોરિટીને ચેક કરશે અને મૈલિશિયસ એક્સટેન્શનને સ્કેન કરવાની સાથે અન્ય પણ ઘણા કામ કરશે

પોતાના યૂઝર્સને સુરક્ષિત રાખવા માટે ગુગલે ગત અઠવાડિયે પોતાના સર્ચમાં વધુ એક સુવિધાને ચાલુ કરી. જે લોકોને મોબાઇલ પર છેલ્લી 15 મિનિટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને ડિલીટ કરવાની સુવિધા આપશે. આ સુવિધા હાલમાં તો આઇઓએસ યૂઝર માટે જ ચાલુ કરવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં જ તેને એન્ડ્રોઇડ ફોન માટે પણ લોન્ચ કરવામાં આવશે.

(8:07 pm IST)