મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

અમેરિકા અને ચીનને ટક્કર આપવા રશિયાએ બનાવ્યું ખતરનાક બાહુબલી સ્ટીલ્થ ફાઇટર જેટ

જેટનું નામ Checkmate રાખ્યું : આ વિમાન ધ્વનિની ગતિથી ડબલ ગતિએ ઉડી શકે સાથે ટાર્ગેટને ખતમ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરી શકે

લંડનઃ અમેરિકા અને ચીનની સામે પોતાનો દબદબો બનાવી રાખવા માટે રશિયા સતત નવા-નવા હથિયાર વિકસિત કરી રહ્યું છે. હવે તેણે એક ખતરનાક બાહુબલી સ્ટીલ્થ ફાઇટર જેટને પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. તેણે જેટનું નામ Checkmate રાખ્યું છે.

ધ સનના રિપોર્ટ પ્રમાણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાલમાં એક એર શો દરમિયાન આ ખતરનાક યુદ્ધ વિમાનનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા છે. આ વિમાન ધ્વનિની ગતિથી ડબલ ગતિએ ઉડી શકે છે. સાથે ટાર્ગેટને ખતમ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સનો ઉપયોગ કરી શકે છે. એર શોમાં નવા લડાકુ વિમાનનો પ્રોટોટાઇલ જોઈ ખુબ ખુશ જોવા મળી રહેલા પુતિને કહ્યુ કે રશિયા વિમાન ક્ષેત્રમાં વિકાસની ખુબ સંભાવના છે

નિષ્ણાંતોએ માસ્કોની પાસે જુકોવસ્કીના એર શોમાં દેખાડ્યુ કે સ્ટીલ્થ લડાકુ વિમાન અમેરિકાના F-35 લડાકુ વિમાનને ટક્કર આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ વિમાન દેખાવમાં લોકહીડની F-35 સિરીઝ અને ચીનના J-31 સ્ટીલ્થ જેટની ડિઝાઇન જેવું લાગી રહ્યું છે. બ્રિટિશ રોયલ નેવીએ પોતાના બે વિમાનવાહક જહાજો માટે અમેરિકા પાસેથી F-35 સિરીઝના વિમાન ખરીદ્યા છે.

આ સ્ટીલ્થ લડાકુ વિમાનના જારી કરવામાં આવેલા પ્રમોશનલ વીડિયોમાં તિરપાલને હટાવતું જોઈ શકાય છે. સાથે એક વિચિત્ર જાહેરાત દ્વારા પૂછવામાં આવે છે કે તમે મને નગ્ન જોવા ઈચ્છો છો. આ સાથે 5મી પેઢીના સુકોઈનો પણ પ્રમોશનલ વીડિયો જારી કરવામાં આવ્યો. જેમાં સુખોઈ અને બ્રિટનની રોયલ નેવીના HMS ડિફેન્ડર યુદ્ધજહાજને દેખાડવામાં આવે છે. તેમાં સુખોઈ બ્રિટનના HMS ડિફેન્ડરને ખિજવતા કહે છે, 'See You'.

 બ્રિટનનું વિધ્વંસક યુદ્ધજહાજ HMS ડિફેન્ડર પાછલા મહિને ક્રીમિયાની પાસેથી પસાર થયું હતું. જેના પર રશિયાએ આકરો વિરોધ નોંધાવ્યો હતો. મોસ્કોએ કહ્યું કે, તેના એક યુદ્ધ જહાજે બ્રિટનના શિપ માટે ચેતવણીના શોટ ફાયર કર્યા અને એક યુદ્ધ વિમાને જહાજના રસ્તામાં બોમ્બ વરસાવ્યા હતા. ક્રીમિયા પહેલા યુક્રેનનો ભાગ હતું, જેના પર વર્ષ 2014માં રશિયાએ કબજો કરી લીધો હતો.

(10:44 pm IST)