મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

ટાટા ગ્રુપની હોટેલ કંપની પોતાની જીંજર બ્રાન્ડ માટે લાવશે IPO

જીંજર ભારતની સૌથી મોટી હોટેલ બ્રાન્ડમાંથી એક :50 શહેરોમાં છે 78 હોટેલ: કંપની ઓછામાં ઓછા એક ઇન્વેસ્ટરને એક્ઝિટ રૂટ આપવાની તૈયારીમાં

મુંબઈ : હવે ટાટા ગ્રુપની ઓનરશીપવાળી ઇન્ડિયન હોટેલ કંપની(IHCL) પોતાની જીંજર બ્રાન્ડ માટે આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે. જે અંતર્ગત કંપની ઓછામાં ઓછા એક ઇન્વેસ્ટરને એક્ઝિટ રૂટ આપવાની તૈયારીમાં છે. Ginger પ્રોપર્ટીઝનું સંચાલન કરનાર રૂટ્સ કોર્પોરેશન લિમિટેડ (RCL)માં IHCLની 67 ટકા ભાગીદારી છે. જીંજર ભારતની સૌથી મોટી હોટેલ બ્રાન્ડમાંથી એક છે.

IHCLના એક સીનિયર એક્ઝિક્યૂટિવે જણાવ્યું કે, એક થર્ડ પાર્ટી પ્રાઇવેટ ઇક્વિટી ફંડ ટાટા અપોર્ચ્યુનિટીઝ આરસીએલથી બહાર નીકળી શકે છે. IHCLના એક્ઝિક્યૂટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને સીએફઓ ગિરિધર સંજીવીએ આ પહેલા જ કહ્યું હતું કે Tata Opportunities Fund છેલ્લા 10 વર્ષથી અમારા પાર્ટનર છે.હવે તેમની કંપનીમાંથી બહાર નીકળવાની ટાઇમિંગ પર વાતચીત થઇ રહી છે.

Tata Opportunities Fundએ 2010માં કંપનીનાં 10 ટકા ભાગીદારી રાખી હતી. આ મુદ્દે હજુ કોઇ સચોટ નિર્ણય નથી થયો, પરંતુ જાણકારો અમુસાર આ વાતને પ્રાથમિકત અપાશે કે આઇપીઓના પહેલા RCLને IHCLની 100 ટકા સબ્સિડિયરી બનાવવામાં આવે.

IHCLના પોર્ટફોલિયોમાં 50 શહેરોમાં સ્થિત 78 હોટલ છે, જેમાં 24 પ્રોપર્ટી અંડરડેવલપમેન્ટ છે. જીંજર એક એન્ટ્રી સેગ્મેન્ટની હોટલ બ્રાન્ડ છે. હાલમાં જ તેના અપગ્રેડેશનના ઘણા પ્રયાસો થયા છે. આ પહેલી વખત નથી કે જીંજરના આઇપીઓનું પ્લાનિંગ કરાઇ રહ્યું છે. આ પહેલા પણ 2012માં જીંજરના લિસ્ટિંગની વાત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે IHCL માટે જીંજર હજુ સુધી નુકશાન જ આપી રહ્યું છે. છતાં સમગ્ર ગૃપમાં સૌથી શ્રેષ્ઠ ક્યૂપેન્સી દર જીંજરનો છે. તે પણ જણાવી દઇએ કે IHCLના અન્ય 3 હોટેલ બ્રાન્ડ પણ છે. જેમાં Taj, Vivanta, SeleCtions સામેલ છે. 2018 બાદથી RCLએ 33 નવી પ્રોપર્ટી સામેલ કરી છે. આ રીતે જોઇએ તો કંપનીએ દર મહીને 1થી વધુ નવી પ્રોપર્ટી ઉમેરી છે.

IHCL દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, 31 માર્ચ, 2021એ પૂર્ણ થતા નાણાંકીય વર્ષમાં RCLની રેવન્યૂ 134.86 કરોડ રૂપિયા હતી. જે વાર્ષિક આધારે 37 ટકા ઓછી હતી. આપને જણાવી દઇએ કે, 31 માર્ચ, 2020એ સમાપ્ત વર્ષમાં કંપનીની આવક 212.65 કરોડ રૂપિયા હતી. કંપનીને નાણાંકીય વર્ષ 2021માં 49.38 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું. જ્યારે નાણાંકીય વર્ષ 2020માં કંપનીને 22.77 કરોડ રૂપિયાનું નુકશાન થયું હતું

(11:02 pm IST)