મુખ્ય સમાચાર
News of Wednesday, 21st July 2021

કેજરીવાલ સરકારે જંતર-મંતર પર ‘ખેડૂત સંસદ’ની આપી મંજૂરી:ખેડૂતો બસોમાં બેસી પહોંચશે સંસદ

લગભગ 40 સંગઠનોના 5-5 ખેડૂતો સંસદમાં પ્રતિદિવસ સામેલ થશે:પાંચ ખેડૂતોમાંથી એક ને મોનિટર બનાવાશે

દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે ખેડૂત સમૂહોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં ખેડૂત સંસદ 22 જૂલાઇથી જંતર-મંતર પર આયોજિત કરવાની અનુમતિ આપી દીધી છે. પોલીસે પણ વિરોધને મંજૂરી આપી દીધી છે અને 26 જાન્યુઆરીની જેમ ચીજો હાથથી બહાર જવાથી રોકવાની વ્યવસ્થા કરી છે.

અનેક દિવસોથી દિલ્હી પોલીસ સાથે વાતચીત પછી બુધવારે અંતે ખેડૂતોને પ્રદર્શન માટે લીલી ઝંડી બતાવી દેવામાં આવી છે. અસલમાં અનેક મુદ્દાઓ એવા હતા જેના પર દિલ્હી પોલીસ ખુબ જ સંભાળીને ચાલી રહી હતી. જેમાં સૌથી મોટી ચિંતા તે હતી કે જેવી રીતે અનુમતિ મળ્યા પછી 26 જાન્યુઆરીએ ખેડૂતો આઉટ ઓફ કંટ્રોલ થયો હતા, તેવી પરિસ્થિતિ ફરીથી બની શકે છે.

આ કારણે જ ખેડૂતો દ્વારા વારં-વાર તે કહેવા પર કે તેઓ શાંતિપૂર્વક રીતે પોતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે, દિલ્હી પોલીસે તેમને પરમિશન આપવાથી ડરી રહી હતી. પરંતુ અંતે બુધવારે એટલે પ્રદર્શન શરૂ થવાના એક દિવસ પહેલા સહમતિ સંધાઇ ગઈ છે. ખેડૂતો તરફથી બધી જ વાતચીતનું પ્રતિનિધિત્વ ભારતીય ખેડૂત યૂનિયનના રાષ્ટ્રીય મહાસચિવ યુદ્ધવીર સિંહે કર્યું.

યુદ્ધવીર સિંહે વાતચીતમાં કહ્યું છે કે, જે ચિંતા દિલ્હી પોલીસની હતી તે ચિંતા મોટાભાગે ખેડૂત સંગઠનોની પણ હતી કે કોઈ અસમાજિક તત્વ આ આખા પ્રદર્શન દરમિયાન અંદર ઘુસીને કોઈ એવી કાર્યવાહી ના કરે જેનાથી આંદોલન બદનામ થઈ જાય.

પ્રતિદિવસ 11 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ખેડૂત સંસદ ચાલશે દરેક સંગઠનમાંથી પાંચ-પાંચ સભ્ય જ સામેલ થશે જેની ઓળખ પહેલાથી ચિન્હીત કરવામાં આવશે રાજધાની દિલ્હીની અલગ-અલગ બોર્ડર પર ચાલી રહેલા પ્રદર્શનથી ખેડૂત સવારે આઠ વાગે સિંધુ બોર્ડર માટે ચાલશે. સિંધુ બોર્ડર પર ભેગા મળીને ખેડૂતો એક સાથે લગભગ પાંચ બસોમાં ભરાઇને જંતર મંતર તરફ 10 વાગે રવાના થશે

સિંધુ બોર્ડર ઉપરાંત કોઈપણ બોર્ડરથી ખેડૂતોની એકપણ રેલી જંતર-મંતર તરફ જશે નહીં. આ બસોમાં 200 ખેડૂતો જશે અને તેમના સાથે-સાથે પોલીસની ગાડીઓ પણ ચાલશે તેથી વચ્ચે કોઈ મુશ્કેલી ના આવે. જંતર મંતર પર બેસવાની જગ્યા સુનિશ્ચિત કરવામાં આવશે અને તે જગ્યાઓ પર કોવિડ નિયમોનું પાલન કરતા સવારે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી ખેડૂત સંસદ ચાલશે.જંતર મંતર પર સુરક્ષાની બધી જ વ્યવસ્થા કરવામાં આવશે અને સીસીટીવ કેમેરાની પણ નજર રહેશે તેથી કોઈપણ બહારની વ્યક્તિ ત્યાં પ્રદર્શનમાં સામેલ થઈ શકે નહીં.

પાંચ લાગે ફરીથી તે બસોમાં ભરાઈને ખેડૂતો સિંધુ બોર્ડર પર પહોંચાડી દેવામાં આવશે લગભગ 40 સંગઠનોના 5-5 ખેડૂતો સંસદમાં પ્રતિદિવસ સામેલ થશે અને તે પાંચ ખેડૂતોમાંથી એક ને મોનિટર બનાવવામાં આવશે અને કોઈપણ ગડબડની સ્થિતિમાં તેને જવાબદારી લેવી પડશે. અસલમાં દિલ્હી પોલીસ અને ખેડૂત સંગઠનોને ચિંતા તે વાતની હતી કે પ્રદર્શનના બહાને કોઈ ગડબડી કરવામાં ના આવે.

(12:18 am IST)