મુખ્ય સમાચાર
News of Tuesday, 21st September 2021

નહેરુ-વાજપેયી પાસે વિઝન હતું પરંતુ હાલની સરકાર તો હિંદુ-મુસ્લિમને વિભાજીત કરે છે : મહેબુબા મુફ્તીના પ્રહાર

દિલ્હીમાં રહેતા લોકોએ જમ્મુ કાશ્મીરના એક પ્રયોગશાળા કરી મૂકી: ખાણ માફિયાઓએ રાજ્યને બર્બાદ કરી નાખ્યું

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ કહ્યું કે આજે જમ્મુ કાશ્મીરમાં બેરોજગારી સૌથી મોટો મુદ્દો છે. મોદી સરકારે વાયદો કર્યો હતો કે જમ્મુ કાશ્મીરમાં કલમ 370 ની નાબૂદી બાદ દૂધ અને ઘીની નદીઓ વહેશે પરંતુ આજે દેશમાં સૌથી વધારે બેરોજગારી દર છે. દેશના 70 મંત્રીઓ અહીં રિબિન કાપવા આવી રહ્યાં છે પરંતુ જે પણ કાર્યોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે તેની શરુઆત મનમોહન સરકારે કરી હતી. હાલની સરકારે કોઈ નવી યોજનાની શરુઆત કરી નથી.

મુફતીએ કહ્યું કે મોદી સરકાર જમ્મુ કાશ્મીરની ઈકોનોમીને ચોપટ કરવામાં લાગી છે. ખાણ સંબંધી તમામ કામોનો કોન્ટ્રાક્ટ બહારના લોકોને આપવામાં આવી રહ્યો છે. નવી આબકારી નીતિથી જમ્મુના સેંકડો લોકો બેરોજગાર થયા છે.

મુફતીએ એવું પણ કહ્યુંકે દિલ્હીમાં રહેતા લોકોએ જમ્મુ કાશ્મીરના એક પ્રયોગશાળા કરી મૂકી છે. નહેરુ-વાજપેયી પાસે વિઝન હતું પરંતુ વર્તમાન સરકાર તો હિંદુ-મુસ્લિમને વિભાજીત કરી રહી છે અને હવે સરદાર ખાલિસ્તાના થઈ ગયા છે. અમે તો પાકિસ્તાની છીએ પરંતુ ભાજપવાળા હિંદુસ્તાની છે.

(9:19 pm IST)