મુખ્ય સમાચાર
News of Wednesday, 21st September 2022

એક સાથે ૧૫ સિગારેટ પીતા યુવકનો વીડિયો વાયરલ

૨.૫ મિલિયન લોકોએ આ વીડિયોને નિહાળ્‍યો છે અને ૪૨ હજાર લોકો દ્વારા આ વીડિયોને પસંદ કરવામાં આવ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૨૧: સામાન્‍ય રીતે આપણે નશાને ખરાબ ટેવ માનીએ છીએ. જો કે, નશો કરવો સ્‍વાસ્‍થ્‍ય માટે નુકસાનકારક છે. પરંતુ આજકાલ એવો ટ્રેન્‍ડ છે કે, માણસો નશાને સ્‍વેગના રૂપમાં લે છે અને નશાની કેદમાં જકડાઈ રહ્યા છે. હકીકતમાં સામન્‍ય જનતા ફિલ્‍મોમાં દેખાતા હીરોને પોતાનું રોલ મોડલ માને છે. પરંતુ જ્‍યારે ફિલ્‍મના પાત્રો જ ફિલ્‍મમાં નશાને -ોત્‍સાહન આપે છે, ત્‍યારે આપણા સમાજ પર પણ તેની અસર થાય છે.

એક ફિલ્‍મ આવી હતી કબીર સિંહ જેમાં પાત્ર હંમેશા નશામાં જ રહે છે. આ પાત્ર લોકોમાં ઘણું જ લોકપ્રિય થયુ હતું. લોકોના પાત્રની નકલ કરતા કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. પરંતુ હાલમાં જ એક શખ્‍સનો વીડિયો વાયરલ થયો, જેમાં તે કબીર સિંહના શાહીદ કપૂરની સિગરેટ પીવાની સ્‍ટાઈલને કોપી કરી રહ્યો છે.

અત્‍યારે હાલ તો વીડિયોમાં દેખાઈ રહેલો શખ્‍સ ધુમ્રપાનને શાહીદ કપૂરથી એક કે બે કદમ નહી પરંતુ બહુ જ આગળ વધારતો નજરે પડી રહ્યો છે. જ્‍યાં ફિલ્‍મ કબીર સિંહમાં શાહીદ કપૂર એક સાથે બે સિગારેટ પીવે છે. ત્‍યાં આ વીડિયોમાં દેખાઈ રહેલો શખ્‍સ એક હાથમાં એક સાથે ૧૫ સિગારેટ પીતો દેખાઈ રહ્યો છે.

આ વીડિયોએ યૂજર્સને ચોકાવી દીધા છે. વીડિયોને ઈન્‍સ્‍ટાગ્રામ પર શેર કરવામાં આવ્‍યો છે. ૨.૫ મિલિયન લોકોએ આ વીડિયોને નિહાળ્‍યો છે અને ૪૨ હજાર લોકો દ્રારા આ વીડિયોને પસંદ કરવામાં આવ્‍યો છે. વીડિયોને જોઈને યૂજર્સ આ શખ્‍સને નવા જમાનાનો કબીર સિંહ તો કેટલાક યૂજર્સ તેને સિગારેટ બાબા કહીને બોલાવી રહ્યા છે.

(3:40 pm IST)