મુખ્ય સમાચાર
News of Thursday, 21st September 2023

કેનેડામાં ખાલિસ્‍તાની ત્રાસવાદી સુખ્‍ખાની હયા

અજાણ્‍યા હુમલાખોરોએ કરી હત્‍યા : ૨૦૧૭માં તે નકલી દસ્‍તાવેજો થકી કેનેડા ભાગી ગયો હતો : ત્રાસવાદી સુખ્‍ખા NIAના વોન્‍ટેડના લિસ્‍ટમાં હતો : ભારતમાં ૭ કેસ નોંધાયેલા છે

નવી દિલ્‍હી, તા.૨૧: ખાલિસ્‍તાની હરદીપ સિંહ નિજ્જરની હત્‍યાને લઈને ભારત અને કેનેડા વચ્‍ચે ચાલી રહેલા તણાવ વચ્‍ચે પંજાબના વધુ એક પ્રખ્‍યાત ગેંગસ્‍ટરની હત્‍યા કરવામાં આવી છે. કેનેડાના ઈન્‍ટેલિજન્‍સ સૂત્રોના જણાવ્‍યા અનુસાર, દવિંદર બંબિહા ગેંગના સુખદુલ સિંહ ઉર્ફે સુખ્‍ખાની હત્‍યા કરવામાં આવી છે. ગેંગસ્‍ટરને અજાણ્‍યા લોકોએ ગોળી મારી દીધી હતી. નિજ્જરની જે રીતે હત્‍યા કરવામાં આવી હતી તેવી જ રીતે સુખાની હત્‍યા કરવામાં આવી હતી.  મળતી માહિતી મુજબ ગેંગ વોરના કારણે સુખાની હત્‍યા કરવામાં આવી હતી. ૨૦૧૭માં સુખા નકલી દસ્‍તાવેજોની મદદથી ભારતથી કેનેડા ભાગી ગયો હતો. તેની સામે ભારતમાં સાત કેસ નોંધાયેલા છે. ભારતના કાયદાથી બચવા ઘણા ગુંડાઓ કેનેડા ગયા છે. તે NIAના વોન્‍ટેડ લીસ્‍ટમાં પણ હતો.

 ખાલિસ્‍તાનીઓ અને આ ગુનેગારોને કેનેડામાં આશ્રય મળી રહ્યો છે અને તેઓ ભારત વિરોધી એજન્‍ડા ચલાવી રહ્યા છે. તે જ સમયે, જ્‍યારે ગેંગમાં પરસ્‍પર દુશ્‍મનાવટના કારણે એક હત્‍યા થઈ, ત્‍યારે કેનેડાએ ભારત પર આક્ષેપ કરવાનું શરૂ કર્યું.

(3:08 pm IST)