ડોનાલ્ડ ટ્રમ્પ ‘TRUTH SOCIAL' નામનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરશે
વોશીંગ્ટન,તા.૨૧: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પ પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહ્યા છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનું નામ વ્શ્વયદ્દત્ર્ તંણૂર્શીશ્રઙ્ખ રાખવામાં આવ્યું છે.
ટ્રમ્પનું કહેવું છે કે તેમનું જૂથ કહેવાતી ઉદાર મીડિયા સંસ્થાઓનો પ્રતિસ્પર્ધી હશે. ટ્રમ્પે એક નિવેદનમાં પોતાના નિવેદનમાં કહ્યું કે ‘ટ્રુથ સોશિયલ'નું બીટા વર્ઝન આમંત્રિત વપરાશકર્તાઓ માટે નવેમ્બરમાં ઉપલબ્ધ થશે.અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે અમે એવી દુનિયામાં જીવીએ છીએ જયાં તાલિબાનની ટ્વિટર પર મોટી હાજરી છે, છતાં તમારા મનપસંદ અમેરિકી રાષ્ટ્રપતિને ચૂપ કરી દેવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એનેક સોશિય મીડિયા પર વાંધાજનક ટીપ્પણી કરવા બદલ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી હટાવી દેવામાં આવ્યા હતા જેના અનુસંધાનમા મોટી જાહેરાત ટ્રમ્પે કરી છે.