મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

ઈઝરાયેલ, યુકે, રશિયામાં ફરી નવા વેરિયન્ટનો કહેર

ભારતમાં કોરોના પર નિયંત્રણ પણ અનેક દેશોમાં ચિંતા : એવાય.૪.૨ નામનો આ સબ-વેરિએન્ટ મૂળ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ૧૦-૧૫ ટકા વધુ ચેપી હોવાનું કહેવાય છે

લંડન, તા.૨૧ : યુકે સહિત ઘણા યુરોપીયન દેશો બાદ હવે એશિયામાં પણ ડેલ્ટા વેરિઅન્ટના સબ લીનિએજ વાયરસનો આતંક ફેલાઈ રહ્યો છે. રશિયા અને ઇઝરાયેલમાંથી ડેલ્ટા સ્ટ્રેનના પેટા પ્રકારનાં કેસો નોંધાયા છે. એવાય.૪.૨ નામનો આ સબ-વેરિએન્ટ મૂળ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં ૧૦-૧૫ ટકા વધુ ચેપી હોવાનું કહેવાય છે. જોકે નિષ્ણાતો હાલ તો દાવો કરી રહ્ય છે કે આ વેરિઅન્ટના ફેલાવાની સંભાવના ઓછી છે, પરંતુ પરીક્ષણો ચાલી રહ્યા છે. જો વધુ કેસ નોંધવામાં આવે છે, તો પછી આ સબ વેરિઅન્ટને વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબલ્યૂએચઓ) દ્વારા 'વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ'ની યાદીમાં સામેલ કરી શકાય છે.

એવાય.૪.૨ વાસ્તવમાં ડેલ્ટા વેરિઅન્ટના સબ ટાઈપ માટે પ્રસ્તાવિક નામ છે. તે વિશ્વના ઘણા દેશોમાં જોવા મળ્યો છે. તેના સ્પાઇક પ્રોટીનમાં બે પરિવર્તન વાય૧૪૫એચઅને એ૨૨૨વીઆવ્યા છે. નિષ્ણાતોના મતે, બંને પરિવર્તન અન્ય કેટલાક લીનિએજમાં પણ જોવા મળ્યા છે, પરંતુ તેમની ફ્રિક્વન્સી ઓછી છે. યુકેના નિષ્ણાતોએ જુલાઈ ૨૦૨૧ માં એવાય.૪.૨ ની ઓળખ કરી હતી. એવો અંદાજ છે કે છેલ્લા થોડા સમયથી યુકેમાં વધી રહેલા નવા કેસોમાં આ નવા પેટા પ્રકારની ભાગીદારી ૮-૯% છે.

નિષ્ણાતોના મતે, આલ્ફા અને ડેલ્ટાની સરખામણીમાં નવું સબ-વેરિએન્ટ 'કંઇ' ખાસ નથી. આ કારણોસર તેઓ માની રહ્યા છે કે તે મહામારીની ગતિને વધુ અસર કરશે નહીં. એક અહેવાલ મુજબ, ચેપી રોગોના નિષ્ણાત વિલિયમ શાફનરે જણાવ્યું હતું કે હજુ તો દુનિયામાં કોરોનાના ઘણા પ્રકારો જોવા મળશે. તેમણે કહ્યું કે હવે જે પણ થશે તે ડેલ્ટાથી આવશે.

કોવિડ -૧૯ ના કોઈપણ વેરિઅન્ટની બચવાનો માર્ગ એક જ છે. તમારી જાતને ફુલ્લી વેક્સીનેટ કરો. જો કોઈ વેરિએન્ટ રસીની રક્ષણાત્મક કવચને તોડવા માટે સમર્થ છે તો પણ રસી લીધી હોવાના કારણે મૃત્યુનું જોખમને નોંધપાત્ર રીતે ઘટે છે. કેટલાક દેશોમાં નવા સંક્રમણને ફેલાતું અટકાવવા માટે બૂસ્ટર શોટ પણ આપવામાં આવી રહ્યા છે. આ સિવાય, કોવિડના નિયમોનું યોગ્ય પણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, સેનિટાઈઝેશન વગેર ધ્યાન રાખવું જરુરી છે

(7:22 pm IST)