મુખ્ય સમાચાર
News of Thursday, 21st October 2021

NCBના અધિકારીઓએ શાહરૂખના સ્ટાફને ખખડાવ્યા :કહ્યું 'થોડી તો કોમન સેન્સ રાખો'

અધિકારીઓ જ્યારે બંગલા પર પહોંચ્યા. ત્યારે શાહરૂખના સ્ટાફે દરવાજાની બહાર ઉભા રહેવા કહેતા અધિકારીઓ ભડકી ઉઠ્યા

મુંબઈ : આર્યન ખાનની ડ્રગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદથી તેની જામીનની અરજી દરેક વખતે રિજેક્ટ કરવામાં આવી છે. મુંબઇ હાઇકોર્ટમાં આર્યનના વકીલોએ અરજી કરી છે પરંતુ તેની સુનવણી પણ 26 ઓક્ટોબરે કરવામાં આવશે. ત્યાં સુધી તેને જેલમાં જ રહેવું પડશે. 

આજે NCBના અધિકારીઓ વધુ તપાસ માટે શાહરૂખ ખાનના બંગલા 'મન્નત'માં પહોંચ્યા હતા. જ્યાં શાહરૂખ ખાનના સ્ટોફે તેમને 'મન્નત'ની અંદર પ્રવેશવા દીધા ન હતા. અધિકારીઓ જ્યારે બંગલા પર પહોંચ્યા. ત્યારે શાહરૂખ ખાનના સ્ટાફે તેમને દરવાજાની બહાર ઉભા રહેવા કહ્યું હતું. જેના પર અધિકારીઓ સ્ટાફ પર ભડકી ઉઠ્યા હતા અને તેમને ખખડાવતા કહ્યું, 'થોડી તો કોમન સેન્સ રાખો

જોકે ત્યાર બાદ તેમને ઘરની અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે NCBના અધિકારીઓ ડ્રગ્સ કેસમાં વધુ તપાસ માટે શાહરૂખના બંગલા મન્નતમાં પહોંચ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 

આર્યન ખાનની જામીન અરજી સેશન્સ કોર્ટે રદ્દ કરી દીધી હતી. બાદમાં આર્યનના વકીલોએ મુંબઇ હાઇકોર્ટમાં અરજી કરી છે.  2 ઓક્ટોબરે આર્યનની ધરપકડ કરવામાં આવી હતી, આજે 21 ઓક્ટેબર થઇ તેમ છતાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. ત્યારે આજે શાહરૂખ તેને મળવા આર્થર રોડ જેલ પહોંચી ગયો હતો.

આર્યન ખાન પાસેથી કોઇ પણ પ્રકારનો પ્રતિબંધિત પદાર્થ મળ્યો નથી તો તેને કેમ જામીન નથી મળી રહ્યાં તેને લઇને લોકોમાં ચર્ચા શરૂ થઇ ગઇ છે. રિયા ચક્રવર્તીના કેસ સાથે પણ આર્યનનો કેસ જોડીને જોવામાં આવી રહ્યો છે. રિયાના ભાઇ શોવિકના પણ ડ્રગ્સ પેડલર સાથે સંબંધ બહાર આવ્યા હતા તેને પણ જામીન મળી ગયા હતા પરંતુ આર્યનને કેમ જામીન નથી મળી રહ્યાં તે મોટો સવાલ છે. 

આર્યનના વકીલોએ દલીલ આપી કે આર્યન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી માટે તે નશામાં નહોતો. તેના પર કોર્ટે કહ્યું આરોપી નંબર 1 (આર્યન) પાસે ભલે કોઇ પ્રતિબંધિત પદાર્થ નહોતું પરંતુ આરોપી નંબર-2 (અરબાઝ) પાસેથી 6 ગ્રામ ચરસ મળી હતી. માટે એવું કહી શકાય કે બંનેને આ વાતની જાણ હતી.

(7:28 pm IST)